ભીક્ષાવૃતિ કરનાર સંતોષ સાહુએ પત્નીને 90 હજારની નવી મોપેડ ગિફ્ટ આાપી
(અબરાર એહમદ અલવી)
મધ્ય પ્રદેશ,
ભીક્ષાવૃતિ કરતી વ્યક્તિ માટે રોજે રોજ પોતાનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ છે. આવી સ્થિતીમાં ભીક્ષાવૃતિ કરનાર સંતોષ સાહુએ પત્નીને 90 હજારની ગિફ્ટ આાપી છે. હવે આ બન્નેની લવસ્ટોરી ચર્ચાનો વિષય બની છે. સામાન્ય માણસને નવી બાઈક ખરીદવામાં પણ પરેસેવો પડી જતો હોય છે. પરંતુ એક ભીક્ષુક 90 હજાર રુપિયા રોકડા ખર્ચીને નવું મોપેડ ખરીદીને લાવ્યો અને પત્નીને ભેટમાં આપ્યું.
મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાના સંતોષ સાહુએ ચાર વર્ષની મહેનત બાદ આ મોપેડ માટે પૈસા જમા કર્યા હતા. સંતોષ અને તેમની પત્ની મુન્નીબાઈ સાહુ ભીક્ષાવૃતિ કરે છે. સંતોષ ટ્રાઇસિકલ પર બેસતો હતો જ્યારે તેની પત્ની ટ્રાઇસિકલને ધક્કો મારતી હતી. ક્યારેક રસ્તાની ખરાબ સ્થિતિને કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પત્નીને ટ્રાઇસિકલને આ રીતે ધક્કો મારતી જોઈ સંતોષને ખૂબ જ ખરાબ લાગતું હતું. આવી સ્થિતિમાં તેની પત્ની બીમાર રહેવા લાગી અને એક દિવસ તેણે નક્કી કર્યું કે તે તેની પત્ની માટે મોપેડ ખરીદશે. સંતોષના પ્રેમ અને તેની પત્ની પ્રત્યેની ચિંતાએ તેને મોપેડ ખરીદવાની પ્રેરણા આપી.
રોજના 300-400 રૂપિયા કમાતા વ્યક્તિ માટે મોપેડ ખરીદવું બિલકુલ સરળ ન હતું. પરંતુ સંતોષે હાર ન માની અને પાઈ પાઈ બચાવીને પત્ની માટે મોપેડ ખરીદવાનું સપનું સાકાર કર્યું….. સોશિયલ મીડિયા પર પોતાની પત્ની માટે સંતોષનું આટલું અદ્ભુત સમર્પણ અને પ્રેમ જોઈને દરેક લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે… હવે પતિ-પત્ની બંને ટ્રાઈસાઈકલની જગ્યાએ મોપેડ પર ભીક્ષાવૃતી કરે છે… લોકોને તેમની લવ સ્ટોરી ખૂબ જ પસંદ આવી રહી છે.