Safeer News

Breaking News from Ahmedabad

મારૂ મંતવ્ય

કોરોના સુપર સ્પ્રેડર કોને કહેવા અને તેના માટે જવાબદાર કોને ગણવા…..?


દેશભરમા કોરોનાએ આતંક મચાવ્યો છે. માત્ર ૨૪ કલાકમાં જ ૧.૧૫ લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે અને ૬૩૨ના મોત થતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો ભારે ચિંતામા આવી ગઈ છે. ત્યારે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રીએ ૧૨ રાજ્યના મંત્રીઓ સાથે બેઠક કરી હતી જેમા મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ ગુજરાત, દિલ્હી, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. તેમાં તેઓએ જણાવ્યું કે કોરોના વધવા માટે લગ્નો, લગ્ન સમારંભો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને કિસાન આંદોલન જવાબદાર છે. તે સાથે તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના ૭ જિલ્લા અને પંજાબ, છત્તીસગઢ અને દિલ્હીના એક-એક જિલ્લામાં સૌથી વધુ કેસો સામે આવ્યા છે્‌.. જ્યાં વધુ કેસો છે ત્યાં વધુ સાવધાની જરૂરી છે કારણ કોરોનાની આ બીજી લહેર છે. ત્યારે વડાપ્રધાન મોદીજીએ વર્લ્ડ હેલ્થ ડે પર કરેલ ટ્‌વીટમાં મૂળ વાત કરી છે કે કોરોના સામે લડવા પર ફોકસ કરો અને તમામ પ્રોટોકોલનું પાલન કરો. ત્યારે જ રાજકીય પંડિતોમાં અને જાગૃત નાગરિકો તથા તબીબી જગતમાં સવાલી ચર્ચા છે કે દેશમાં કોરોનાની બીજી લહેર છે તો નવો સ્ટ્રેન પણ પ્રવેશી ગયો છે તે વધુ ઝડપથી ફેલાય છે જેના થકી કોરોના વિસ્ફોટ થયો છે જેમાં બાળકો અને યુવાનો પણ ચપેટમાં આવી ગયા છે…..! આને નવા સ્ટ્રેનમાં રસીની કોઈ અસર થતી જણાતી નથી….! કારણ રસી લીધા બાદ ટેસ્ટ પોઝીટીવ આવવા લાગ્યા છે જે કારણે તેના સેમ્પલ પૂણે મોકલ્યા હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ અનેક ના સમજૂઓ એવા છે કે રસી લીધા પછી પોતાને સલામત બાસીદા સમજે છે અને કોરોના નિયમો પાળતા નથી. અનેકોને તાવ, શરદીને કારણે કોરોના ટેસ્ટ કરાવવા સલાહ અપાય છે પરંતુ તમામ લોકો આવી તબીબની સલાહ સ્વીકારતા નથી અને તેઓ અજાણતા સુપર સ્પ્રેડર બની જાય છે….! કારણ સલાહ માનનારાઓના ટેસ્ટ પોઝિટિવ આવેલ અને આવા સમયમાં કોરોના ચૂંટણીઓથી દૂર રહેતો હોય તે રીતે રાજકીય નેતાઓ તેમજ નાના-મોટા નેતાઓ, કાર્યકરો વગેરે કોરોના હોટસ્પોટ ગણાતા કેરળ અને તમિલનાડુ રાજ્યની ચૂંટણીઓમાં સભાઓ, રેલીઓ સહિતના કાર્યક્રમો કર્યા જેમાં નેતાઓ સહિતના તમામ કાર્યકરોએ કોરોના નિયમોનું પાલન કર્યું નથી તેમ કહીએ તો ખોટું નથી…..! તો સભા કે રેલી સહિતના કાર્યક્રમોમાં મોટાભાગના લોકોના મોઢા પર માસ્ક દેખાતા ન હતા પછી ડિસ્ટન્સની વાત જ ક્યાં રહી….? પછી કોરોના વિસ્ફોટ ન થાય તો શું થાય…..? જ્યાં સત્તા મોહાન્ધ બનેલાઓ સત્તા મેળવવા ગળા ડૂબ હોય અને આમ પ્રજાને પણ રમતા રાખતા હોય ત્યાં પ્રજાની સલામતી કેટલી….? અને આના માટે કોને જવાબદાર કહીશુ…..?
ગુજરાતમાં કોરોનાનું વાવાઝોડું ફૂંકાતા રાજ્યના કેટલાક મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, સચિવાલયના અધિકારીઓ-કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને આમ પ્રજામાં કોરોનાની બીજી લહેરે ચપેટમાં લઈ લીધા છે. સ્ટ્રેને વિકરાળ પંજાે ફેલાવ્યો છે… માત્ર ૨૪ કલાકમાં ૭૯૧ નવા કેસો સામે આવ્યા છે અને મૃતાક ૧,૯૨૩ પર પહોંચી ગયો છે. રાજ્યમાની કોરોના બાબતે સ્થિતિ જાેઈને ગુજરાત હાઇકોર્ટ ગુજરાત સરકારને વિકેન્ડ લોકડાઉન કરવા, કોરોના નિયમો પાળવા, રાજકિય કાર્યક્રમો નહી યોજવા માટે એક્શનમાં આવવાનો નિર્દેશ કરતા રાજ્ય સરકારે ગાંધીનગરમાં નગરપાલિકાની ચુંટણીને નજરમાં રાખીને રાજ્યના ૨૦ નાના-મોટા શહેરોમાં રાત્રી કફ્ર્યુ રાત્રે ૮ થી સવારના ૬ સુધી રાખવાની જાહેરાત કરી…. પરંતુ મીની lockdownની જાહેરાત ન કરી મતલબ દિવસ દરમિયાન રાબેતા મુજબ બજારો ખુલ્લા રહે, ચૂંટણી પ્રચાર કાર્યક્રમ માટે છૂટ રહે…. બીજી તરફ lockdown આવશે તેવું સમજી આમ પ્રજા નાના-મોટા શહેરોમાં ખરીદી માટે બજારોમાં ઉમટી પડી હતી… મંગળવારે તો દરેક બજારોમાં ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા ત્યારે શાકભાજી અને કરીયાણા સહિતના બજારમાં મોકાનો ફાયદો ઉઠાવીને ચીજ વસ્તુઓના ભાવો વધુ લઈને લૂટ ચલાવી હતી…. ત્યારે લોકો કહી રહ્યા હતા કે સરકાર ચૂંટણી કેમ પાછી ધકેલતી નથી કે અટકાવતી નથી કે જ્યારે કોરોનાએ વરવુ રૂપ પકડ્યુ છે… અને વીકેન્ડ- મીની lockdown જાહેર કરતા શા માટે અચકાય છે…..? કે જ્યારે કોરોના સાકળ તોડવી જરૂરી છે…..!

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *