સિડની,તા.૨૮
વિશ્વમાં કોરોનાના નવા અને ઘાતક વેરિએન્ટ દેખા દેતા દુનિયાના વિવિધ દેશોની ચિંતામાં વધારો થયો છે. આ વચ્ચે ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડનીમાં વધુ એક મહિના માટે સખ્ત લોકડાઉન વધારવામાં આવ્યું છે. ન્યૂ સાઉથ વેલ્સની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે ૫૦ લાખ લોકોની વસ્તી ધરાવનાર શહેરમાં લોકડાઉન ઓછામાં ઓછું ૨૮ ઓગસ્ટ સુધી યથાવત રીતે લાગું રહેશે.
આ ર્નિણય બુધવારે છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણના નવા ૧૭૭ કેસો સામે આવ્યા પછી લેવામાં આવ્યો છે. જૂનનાં મધ્યમાં સંક્રમિતોના સમૂહ મળ્યા પછી રોજના મામલાઓમાં આ સૌથી મોટા આંકડા આવ્યા છે, આ આંકડાઓએ તંત્રને ચિંતામાં મૂકી દીધું છે. સિડનીમાં નવા કેસો ડેલ્ટા વેરિએન્ટના છે. આ વેરિએન્ટને વધુ ઘાતક માનવામાં આવી રહ્યું છે.
ન્યૂ સાઉથ વેલ્સના ટોચના નેતા ગ્લેડિસ બેરેજિકલિયને પત્રકારોને સંબોધિત કરતા જણાવ્યું કે હું તમારા લોકો જેટલી જ ઉદાસ અને હતાશ છું કે આપણે આ સમયે જેટલું કરવું જાેઈએ તેટલું અમે બાબતોમાં ઘટાડો કરી શકતા નથી, પણ આ વાસ્તવિકતા છે. ૧૬ જૂને લિમોઝિન કારના ડ્રાઇવરને અત્યંત ચેપી ડેલ્ટા વેરિઅન્ટનો ચેપ લાગ્યો હતો. ત્યાર પછી ૨,૫૦૦થી વધુ લોકોનું જૂથ આ વેરિએન્ટથી સંક્રમિત થયા હતા. સિડની એરપોર્ટથી તેણે પોતાની કારમાં જે અમેરિકન વિમાનના ચાલક દળના એક સભ્યના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયો હતો. સંક્રમિત સમૂહમાં મરવાવાળાઓની સંખ્યા બુધવારે ૧૧ પર પહોંચી હતી.