(હર્ષદ કામદાર)
દેશમાં કોરોનાની બીજી લહેરે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઊંઘ હરામ કરી નાખી છે તો સરકારી- અર્ધ સરકારી તંત્ર દ્વારા કોરોના નિયમોનુ પાલન કરાવવા માટેના લેવામાં આવતા પગલાં સહન કરવાનું બહુમત મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ કે મજુર વર્ગને જ આવે છે. જ્યારે કે જે તે રાજ્યની કે સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજાઈ ત્યારે કોરોના ખતમ થઈ ગયો હોય તેમ રાજકીય પક્ષોના નાના- મોટા નેતાઓ, અને કાર્યકરો, રાજનેતાઓએ કોરોના નિયમોના સરેઆમ ધજીયા ઉડાવ્યા હતા. ત્યારે સરકાર કે તેના તંત્રને કોરોના બાબતે કોઈ ચિંતા ન હતી અને કોરોના ગુમ થઈ ગયો હોય તેમ નિશ્ચિત થઇ રેલીઓ, સભાઓ સહિતના કાર્યક્રમો કરવા દીધા હતા તે સમયે સંબંધિત તંત્રએ કોરોના નિયમોનું પાલન કરાવવા માટે આંખે કાળા ચશ્મા ધારણ કરી લીધા હતા…..! હવે કોરોનાએ દેશભરમાં અનેકોને ચપેટમાં લેવાનું શરૂ કરી દીધું તેમાં પણ મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, પંજાબ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં કોરોનાએ બઘડાટી બોલાવી દીધી ત્યારે જે તે રાજ્ય સરકારોએ અનેક વિસ્તારો માઈક્રો કન્ટેન્ટમેન્ટ, નાના- મોટા શહેરો કે મહાનગરોમાં કરફ્ર્યુ કે લોકડાઉન જાહેર કરવા પડ્યા છે તો તે સાથે અનેક શાળા-કોલેજાે, કોચિંગ ક્લાસ બંધ કરાવવા પડ્યા છે. જેમાં ગુજરાતમાં તો મહાનગરોમાં રાત્રી કરફ્ર્યુ લાગ્યો પરંતુ શહેરમાં આમ નાગરિકો માટે શહેરી બસ સેવાઓ બંધ કરી દીધી તેની અસર મોટા પ્રમાણમાં મધ્યમ વર્ગના નોકરિયાતો, નાના ધંધાર્થીઓ, મજૂર વર્ગ અને રોજમદાર વર્ગ પર થવા પામી છે. તે સાથે ખાનગી વાહનચાલકો વધુ ભાડું લઈ રીતસર લૂંટ ચલાવી રહ્યા છે તે સાથે પોતાના વાહનમાં ઘેટા બકરાની જેમ વધુ પેસેન્જર ભરીને વાહન દોડાવી રહ્યા છે. જેમાં કોરોના નિયમોની ઐસી તૈસી થઈ રહી છે. બીજી તરફ રાજ્યમા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઑ યોજાઈ, મોટેરા સ્ટેડિયમ ખાતે ક્રિકેટ મેચો યોજાઈ જેમાં પ્રથમ બે મેચમાં લોકો કોરોના નિયમોનો ભંગ કરીને ક્રિકેટ મજા માણી અને કોરોના નિયમનો અમલ ન થયો… દરમિયાન કોરોના ફેલાવા અંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી કહે છે કે લોકો બેદરકાર રહ્યા અને નિયમો ન પાળ્યા઼ એટલે લોકો જવાબદાર છે. અને આ વાતથી આમ પ્રજામાં રોષ વ્યાપી ગયો છે. લોકો સવાલી ચર્ચામાં કહે છે કે ચૂંટણીઓમાં રાજકીય પક્ષોના નેતાઓ, રાજનેતાઓ અને કાર્યકરોએ કોરોના નિયમોનું ઉલ્લંઘન કર્યું તો અમદાવાદ મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલ પ્રથમ બે ક્રિકેટ મેચમાં માસ્ક અને ડિસ્ટન્સ ગુમ હતા આ બધું તંત્રને કેમ ન દેખાયું….? અને હવે પાડાને વાંકે પખાલીને ડામ….!! સરકારની આ નીતિને શું કહીશું….? કોરોનાને એક વર્ષ પૂરું થશે અને આગામી રવિવારે તેનો દેશમાં પ્રવેશ દિવસ છે ત્યારે જૂની બાબતો યાદ આવે છે સમગ્ર દેશમાં લોકડાઉન હતું તે સમય દરમ્યાન તમામ પ્રકારના વાહન વ્યવહાર બંધ હતા, હવા અને પાણીનુ પ્રદૂષણ ઓકતા તમામ કારખાનાઓ બંધ હતા…. ત્યારે હવા અને પાણીનું પ્રદૂષણ તદ્દન ખતમ થઈ ગયું હતું અને દૂરના ઐતિહાસિક સ્મારકો, બિલ્ડિંગો કે કુદરતી નજારો નરી આંખે સ્પષ્ટ જાેઈ શકતા હતા, નદીઓના પાણી ર્નિમળ થઇ ગયા હતા જે કારણે નદીઓના તળ તથા તે પાણી માહેની તરતી માછલીઓ સહિતના વિવિધ જીવો સ્પષ્ટ જાેવા મળતા હતા, તથા જે તે પક્ષીઓ શહેરોમા જાેવા મળતા ન હતા કે ઓઝલ થઇ ગયા હતા તેવા પક્ષીઓમાં ચકલી, ખિસકોલી, કાબર, કોયલ, મોર વગેરે ઉડતા અને હરતા ફરતા થઇ ગયા હતા અને લોકોને કુદરતી વાતાવરણનો તેમજ કુદરતની લીલાનો અદભૂત નજારો માણી શકતા હતા તે સાથે સ્વચ્છ પ્રદૂષણ મુક્ત હવાનો અહેસાસ થવા લાગ્યો હતો…..પરંતુ સમયાનુસાર આપ લોકડાઉનની હળવી છૂટછાટ આપવા સાથે દિન બ દિન વધુ છૂટછાટો આપ્યા બાદ સમગ્ર દેશમાં ધંધા-રોજગાર શરૂ થયા, વાહન વ્યવહારો શરુ થયા, દરેક પ્રકારના કારખાનાઓ ધમધમતા થયા તેની સાથે જ હવા-પાણી પ્રદૂષણ એટલું વધી ગયું કે જે નરી આંખે કુદરતી નજારો કે અન્ય ધરોહરો સ્પષ્ટ જાેવા મળતા હતા તે બધું ઓઝલ થઈ ગયુ-ગુમ થઈ ગયું… અને તાજેતરમાં કોરોનાએ પુનઃ વરવું સ્વરૂપ પકડતા મોટા ભાગનું બંધ થવા જઈ રહ્યું છે… ત્યારે લાગે છે કે ફરી એકવાર સ્વચ્છ હવા, ર્નિમળ પાણી, ઓઝલ થયેલ વિવિધ પક્ષીઓ સહિત કુદરતી નજારો માણવા મળશે કે શું…..!?