કોરોનાની વકરતી સ્થિતી, બૈકફૂટ પર મોદી સરકાર, છતાં નેતૃત્વની ભૂલ સ્વિકારવા તૈયાર નથી
ભારતમાં કોરોનાના કહેરની બીજી લહેરમાં જ્યાં કેસો વધી રહ્યા છે, તો વળી મોતની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી દેશમાં ૪ લાખથી વધારે નવા કેસો એડ થઈ રહ્યા છે. જ્યારે મોતનો આંકડો પણ ૪ હજારને પાર પહોંચી રહ્યો છે. પરિસ્થિતી એવી આવી છે કે, ૨૦૧૪થી લઈને અત્યાર સુધીનો આ પ્રથમ અવસર છે, જ્યારે ભાજપ અને આરએસએસની આખી ટીમ બચતી રહે છે. સંગઠન પણ તેને લઈને અનિશ્ચિત છે કે, લોકોને આખરે કોરોનાની બીજી લહેરથી બચાવવા તો બચાવવા કઇ રીતે.
ભાજપ અને સંઘમાં હાલ એ વાતનું જ્ઞાન તો થઈ ગયુ છે કે, કોરોનાનો ડર હાલ આખા પરિવારને ચપેટમાં લઈ લે છે. તથા લોકોને કોઈપણ પ્રકારનો વિશ્વાસ અપાવવા માટે ખૂબ મહેનત કરવી પડશે. ખાસ કંઈક ઉપલબ્ધી બતાવવી પડશે. ત્યારે આ બાબતને લઈને પાર્ટી અને સંઘના અમુક લોકો કોરોનાનું નિવારણ લાવવા માટે ટીમમાં ફેરફાર કરવાની ભલામણ પણ કરી રહ્યા છે. જેથી કોરોના ફ્રન્ટ પર કામ લઈ શકાય.
કોરોનાની સ્થિતી બગડતા અને સરકારની પ્રતિક્રિયામાં જે રીતે મોડુ થઈ રહ્યુ છે, તેને જાેતા અમુક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપા સંઘ કાર્યકર્તાઓ સાથે વાત કરવામાં આવી. આ તમામ નેતાઓએ ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે તેમને બતાવવામાં આવ્યુ કે, ફ્રેબ્રુઆરીમાં મધ્યમાં તેજ લહેર આવી હતી, જેમાં સરકારને ઓક્સિજનની ખામી અને કોરોનાના નવા રૂપ વિશે ચેતવણી આપવામાં આવી હતી. સરકાર પાસે તૈયારીનો સમય હતો. જેના પર નેતાઓએ કહ્યુ હતું કે, કોઈને પણ આટલી ખતરનાક લહેરની આશા નહોતી.
બહુ ઓછા નેતાઓ છે, જેણે કેન્દ્રની આ સ્થિતીની ખોટી સમીક્ષા કરી હોય. ત્યાં સુધી કે મોટા ભાગના નેતાઓ નેતૃત્વની ભૂલ માનવા પણ તૈયાર નથી. જાે કે, સરકાર તરફથી સતત મૌનને જાેતા એક કેન્દ્રીય મંત્રીએ કહ્યુ હતું કે, સરકાર તરફથી લોકોને વિશ્વાસ અપાવતો અવાજ આવવો જાેઈએ. આ આખી સ્થિતી પડકારજનક છે. અન્ય એક નેતાએ કહ્યુ હતું કે, આ આખી લહેરે અમને ચોંકાવી દીધા છે.
હવે સવાલ એ છે કે ભારત જેવા ગીચ વસતી ધરાવતા દેશમાં એરોસોલથી જાે કોરોના વાયરસનો ફેલાવો થાય તો શું સ્થિતિ આવે? કેમ કે કોવિડ-૧૯ મહામારીની અત્યારની બીજી લહેર જ એવી ઘાતક સાબિત થઈ છે કે ભારતમાં જ્યાં જૂઓ ત્યાં લોકો સંક્રમિત થઈને ટપોટપ મોતને ભેટી રહ્યા છે. હવે ભારતમાં દરરોજ કોરોનાથી પીડિત દર્દીઓનાં મોતનો આંકડો ૪૦૦૦થી ઉપરનો આવી રહ્યો છે. એવામાં જાે એરોસોલથી જાે કોરોના વાયરસ ફેલાય તો ભારત જેવા ગીચ વસતીવાળા દેશમાં આ મહામારી અત્યંત ઘાતક સાબિત થશે. કેમ કે એરોસોલના કારણે લાંબા અંતર સુધી કોરોના વાયરસ ફેલાય અને લાંબા સમય સુધી તે હવામાં રહે એવી શક્યતા છે.
દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો લાગી રહી છે. ઓક્સિજન અને બેડ માટે લોકો નિઃસહાય નજરે પડે છે. સોશિયલ મીડિયા સહિત જ્યાં પણ શક્ય હોય ત્યાં મદદ માટે પોકાર કરી રહ્યા છે. દર્દીઓ અને તેમના પરિવારજનોને કાળાબજારનો સામનો કરવો પડી રહ્યો છો અથવા તો મોતને ભેટવાનો વારો આવે છે. આ સ્થિતિ વાસ્તવમાં આરોગ્ય ક્ષેત્રની માળખાકીય ખામીના કારણે સર્જાઈ છે. કેમ કે મહામારી તો હમણા આવી પરંતુ વર્ષોથી આરોગ્ય ક્ષેત્ર પ્રત્યે તમામ સરકારોએ ઉપેક્ષિત ભાવ જ પ્રદર્શિત કર્યો છે. આવી સ્થિતિમાં અત્યાર સુધીમાં દેશમાં ૨ કરોડથી વધુ લોકો સંક્રમિત થયા અને સવા બે લાખથી વધુ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે દરરોજ કોરોનાના ૪ લાખથી વધુ નવા કેસો આવી રહ્યા છે. આપણે આ સ્થિતિ માટે ક્યારેય તૈયાર જ નહોતા.
હાલમાં જ જેમ વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે એરોસોલથી પણ કોરોના વાયરસ વધુ ફેલાઈ શકે છે અને દૂર સુધી હવા દ્વારા જઈ શકે છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાની આ વાત ઘણી જ ગંભીર સાબિત થઈ શકે છે. ભારત જેવા દેશમાં એરોસોલથી કોરોના વાયરસનો આતંક વધુ આક્રમક બની શકે છે અને મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ શકે છે અથવા તો મોતને ભેટી શકે છે.