અમદાવાદ, તા.12
ગયા વર્ષની જેમ જ ફરી એકવાર કોરોના લહેર વચ્ચે આવી રહેલી ઇદે અમદાવાદમાં બજારોનો રંગ ફીક્કો કરી નાખ્યો છે. ગરમીની સીઝનમાં આવતી ઇદમાં જેની ખાસ માંગ હોય છે તે ઢાલગરવાડ કપડાનું બજાર ઠંડુ છે તો ત્રણ દરવાજાની મશહુર સેવઇઓની માંગમાં પણ જાેરદાર ઘટાડો દેખાઇ રહ્યો છે.
અમદાવાદમાં મિનિ લોકડાઉન લંબાવાના કારણે વેપારીઓની આ અઠવાડીયે આવનારી ઇદમાં વેચાણ થવાની આશા પર પાણી ફરી વળ્યું છે. વેપારીઓનું કહેવું છે કે કપડા અને અન્ય વસ્તુઓ તો ઠીક અહીં તો આ વખતે તહેવાર માટે જરૂરી સેવઇ અને સુકામેવાનું વેચાણ પણ ઘટી ગયું છે.