Safeer News

Breaking News from Ahmedabad

Politics દેશ

કોંગ્રેસ છોડી સમાજવાદી પાર્ટીમાં ગયા સિબ્બલ, જાણો ત્રણ મોટા કારણ

સિબ્બલના કોંગ્રેસ છોડવા અને સમાજવાદી પાર્ટીના નજીક આવવાને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ સમાજવાદી પાર્ટીના સમર્થનથી રાજયસભા જશે. આજે તેઓએ આ માટે નિર્દલિય ઉમેદવારી પત્ર પણ ભરી દીધું છે. સિબ્બલે 16મેના જ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભર્યા બાદ સિબ્બલે કહ્યું કે, અમે વિપક્ષમાં રહીને એક ગઠબંધન બનાવવા ઈચ્છે છે, જેથી અમે મોદી સરકારનો વિરોધ કરીએ. અમે ઈચ્છીએ છીએ કે, 2024માં હિન્દૂસ્તાનમાં એક એવું વાતાવરણ બનાવીએ જેનાથી મોદી સરકારની ખામીઓ જનતા સુધી પહોંચી શકે. હું તેના માટે તમામ પ્રયત્નો કરીશ. 

સિબ્બલના કોંગ્રેસ છોડવા અને સમાજવાદી પાર્ટીના નજીક આવવાને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે, આખરે સિબ્બલે કોંગ્રેસ શા માટે છોડ્યું અને સમાજવાદી પાર્ટીની નજીક કેમ ગયા? 

જાણો શું કહ્યું સિબ્બલે ? 

કપિલ સિબ્બલે ઉમેદવારી પત્ર ભર્યા બાદ કહ્યું, આજે મેં નિર્દલિય ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. હું આભાર વ્યક્ત કરું છું અખિલેશ યાદવ, આઝમ ખાંન અને પ્રોફેસર રામ ગોપાલ યાદવનો, જેઓએ મને મોકો આપ્યો. હવે હું કોંગ્રેસનો સિનિયર લિડર રહ્યો નથી. મેં 16મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. હું રાજ્યસભામાં યૂપીનો અવાજ કોઈ દળ વગર ઉઠાવતો રહીશ. દરેક અન્યાય વિરુદ્ધ સદનમાં અવાજ બનતો રહીશ. 

સિબ્બલે આગળ કહ્યું, અમે વિપક્ષમાં રહીને એક ગઠબંધન બનાવવા ઈચ્છીએ છીએ, જેથી અમે મોદી સરકારનો વિરોધ કરીએ. અમે ઈચ્છીએ છીએ કે, 2024માં હિન્દૂસ્તાનમાં એક એવું વાતાવરણ બને જેનાથી મોદી સરકારની ખામીઓ જનતા સુધી પહોંચી શકે. હું તેના માટે પૂરા પ્રયત્નો કરીશ. 

સિબ્બલે આ ત્રણ કારણોથી સમાજવાદી પાર્ટીનું સમર્થન લીધું 

સરળતાથી મળ્યું સમર્થન 

કોંગ્રેસમાં રહીને કપિલ સિબ્બલ જ્યારે પાર્ટીનો વિરોધ કરતા તો તેમને પાર્ટીના પ્રોટોકોલ વિશે સમજાવવામાં આવતા. આ જ કારણ છે કે, સિબ્બલે નિર્દલીય રાજનીતિ કરવાની યોજના બનાવી. હાલ તેઓ સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાનનો કેસ લડી રહ્યા છે. આ દમ્યાન તેઓ સતત અખિલેશ યાદવ અને આઝમ ખાનના સંપર્કમાં રહ્યા. આ જ કારણ છે કે, સરળતાથી તેમને સપાનું સમર્થન મળી ગયું. 

આઝમ ખાનને મનાવવાના મોટા પ્રયત્નો 

હાલ આઝમ ખાન અને અખિલેશ યાદવના સંબંધ સારા જણાવવામાં આવી રહ્યા નથી. રાજનૈતિક ગલિઓમાં ચર્ચા છે કે, આઝમ ખાન સપા મુખ્યા અખિલેશ યાદવથી નારાજ છે. આઝમની નજદીકી શિવપાલ સિંહ યાદવની તરફ વધતી દેખાઈ રહી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ આઝમને મનાવવાના પ્રયત્નોમાં લાગ્યા છે. બે દિવસ પહેલા અખિલેશ યાદવે આઝમ ખાનના દિકરા અને સપા ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ સાથે પણ મુલાકાત કરી. હવે અખિલેશ યાદવ સિબ્બલ દ્વારા આઝમને સાધવાના પ્રયત્નો કરશે. જાણવામાં આવી રહ્યું છે કે, સિબ્બલ જ તે વ્યક્તિ છે, જેમણે અત્યાર સુધીમાં આઝમ ખાનને સમાજવાદી પાર્ટી સાથે જોડી રાખ્યા છે. 

વિપક્ષને એકજૂટ કરવાના પ્રયત્ન

સમાજવાદી પાર્ટીના સંબંધ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી, તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખર રાવ, તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટોલિન, આમ આદમી પાર્ટીના મુખ્યા અરવિંદ કેજરીવાલ, રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવથી ઘણા સારા છે. એક્સપર્ટ કહે છે કે, કપિલ સિબ્બલ 2024માં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ એક નવો વિપક્ષ ઉભો કરવા ઈચ્છે છે. જે કોંગ્રેસમાં રહેતા થઈ શકે નહીં. આ જ કારણ છે કે, સિબ્બલે સમાજવાદી પાર્ટી સાથે મોટી નજદીકી વધારી. સપાના સહારે તેઓ દેશના કેટલાક ક્ષેત્રિય દળોને 2024 લોકસભા ચૂંટણી પહેલા એક જૂટ કરી શકે છે. આ એવું ગઠબંધન હશે જે ભાજપની સાથે સાથે કોંગ્રેસનો પણ વિકલ્પ હશે.  

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *