સ્થાનિક લોકો જોડે ચર્ચા-વિચારણા કર્યા બાદ ખંભાત સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.આર. ખાંટ જોડે મુલાકાત કરી રજૂઆત કરવામાં આવી
કોમી દંગલમાં દોષિતોને સજા થાય અને નિર્દોષ લોકોને કનડગત ન થાય તે પ્રમાણેની રજૂઆત કરવામાં આવી
ખંભાત,તા.૨૬
ખંભાત ખાતે ધાર્મિક શોભાયાત્રા દરમિયાન થયેલા કોમી દંગલમાં જે લોકોને આર્થિક નુકસાન થયું છે તેવા લોકોની આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માઇનોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. ત્યાંના સ્થાનિક લોકો જોડે ચર્ચા-વિચારણા કર્યા બાદ ખંભાત સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.આર. ખાંટ જોડે મુલાકાત કરી અને દોષિતોને સજા થાય અને નિર્દોષ લોકોને કનડગત ન થાય તે પ્રમાણેની રજૂઆત કરવામાં આવી હતી.
આ મુલાકાતમાં ઓલ ઇન્ડિયા માઇનોરીટી ડીપાર્ટમેન્ટના સેક્રેટરી શાહનવાઝ શેખ, ગુજરાત માઇનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન વઝીરખાન પઠાન, વાઇસ ચેરમેન નાસીર ખાન, મહામંત્રી આસિફ ખાન જોલી અને પ્રદેશ કોંગ્રેસના આગેવાન ઝફર શેખ પ્રતિનિધિ મંડળમાં હાજર રહ્યા હતા.