Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

કોંગ્રેસના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ દ્વારા મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને સૌહાર્દ-શાંતિ-સદ્‌ભાવનાનું વાતાવરણ બની રહે તે માટે રાજ્ય સરકાર અને તંત્રને યોગ્ય નિર્દેશ આપવા કોંગ્રેસના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ દ્વારા મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

ગાંધીનગર,તા.23

આજ રોજ ૨૩-૪-૨૦૨૨ને શનિવારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માની અધ્યક્ષતામાં મહામહિમ રાજ્યપાલશ્રી દેવવ્રતજીને રાજ્યના સોહાર્દ, સદભાવના, શાંતિ અને સલામતીના રક્ષણ તથા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડના વિરોધ બાબતે કોંગ્રેસના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ દ્વારા આવેદનપત્ર સુપ્રત કરી પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નીચેના મુદ્દાઓ પરત્વે પત્રકારોને માહિતી આપી હતી.

રામનવમીના દિવસે રાજયમાં જે ઘટનાઓ બની તે ખૂબ જ દુખદઃ બાબત છે. ગુજરાતની ૬.૫ કરોડ જનતા હિન્દુ મુસ્લિમ બંને કોમના લોકો ઈદ કે રથયાત્રા ખૂબ જ સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવે છે. ગુજરાતનો મુસ્લિમ સમાજ હિન્દુ સમાજને પોતાના મોટા ભાઈ સમાન માને છે. બંને એકબીજાના સાથ સહકાર વિના પ્રગતિ કરી શકે એમ નથી. રામનવમીના દિવસે ખંભાત, હિંમતનગર અને વડોદારમાં જે કોમી તોફાનો થયા તે બાબતની પેન ડ્રાઈવ અમોએ આપેલ છે. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પોલીસ કર્મચારીઓ વિશેષ સમુદાય ઉપર પત્થરમારો કરી રહ્યાના બિલકુલ સાફ વિઝયુઅલ દેખાય છે. આ બાબતે અમોએ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે. સાથોસાથ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પણ આ બાબત મૂકી છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ધ્રુવીકરણની રાજનિતી કરવાના ભાગ રુપે ગુજરાતને કોમી આગમાં હોમવાનું કામ થઈ રહ્યુ છે. અમારી સ્પષ્ટ માંગણી છે કે ષડયંત્રકારી ગમે તે હોય તેમની ધરપકડ કરી ગુનેગારોને વીણી વીણીને કડકમાં કડક સજા થવી જાેઈએ પરંતુ નિર્દોષ લોકોની ધરપકડ ન થવી જાેઈએ.
ભડકાઉ ભાષણો વેબસાઈટ પર સીરીઝની જેમ આવી રહ્યા છે તે બાબતે અમો સરકાર સમક્ષ માંગણી કરીએ છીએ કે આવા લોકોની ધરપકડ કરે અને નિર્દોષોને ખોટા રંજાડે નહીં. હુ તો કહુ છુ કે મુસ્લિમ સમાજ કરતાં હિન્દુ સમાજ વધુ બિનસાંપ્રદાયિક છે અને તેઓ પણ શાંતિ અને ભાઈચારામાં માને છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના લોકોને આ ભાઈચારો ગમતો નથી અને આગામી ૨૦૨૨ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી હિન્દુ સમાજના અમુક લોકોને હાથા બનાવી કોમી વૈમનસ્ય ભડકાવવાના કૃત્યો કરે છે.

આગળ ધારાસભ્ય શેખ જણાવે છે કે અમો મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદનપત્રમાં કહ્યું છે કે હિન્દુ મુસ્લિમ બંને કોમના લોકો શાંતિ સદભાવના અને પ્રેમથી રહે. ષડયંત્રકારોને વીણીવીણીને પકડવામાં આવે અને આગામી સમયમાં તોફાનો ન થાય તેવા પ્રયાસો કરવા જાેઈએ. દલિત ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની બિન સંવૈધાનિક રીતે અધ્યક્ષને કે તેમના પરિવારજનોને જાણ કર્યા વિના ધરપકડ કરી છે તે ખૂબ જ દુખદઃ બાબત છે અને તેમને વહેલી તકે રાહત મળે અને તેમનો છૂટકારો થાય તેવી કાર્યવાહી કરવા અમોએ રાજયપાલશ્રીને વિનંતી કરી છે. હિંમતનગરમાં ૩ દરગાહ અને ૧ મસ્જિદ તોડવામાં આવી છે એમાં પણ આરોપીઓ મુસ્લિમ સમાજના લોકો છે. હિંમતનગરમાં ડીવાયએસપીથી ઉચ્ચ જે પોલીસના અધિકારી છે તે સરકારના માનિતા અધિકારી છે. તે અધિકારીની સરકારના સંકટમોચક તરીકેની કામગીરી અગાઉ પણ સામે આવી છે. હિંમતનગરમાં સવારે જે રેલી નીકળી છે તે પ્રવિણ તોગડિયાના સમર્થિત લોકોની હતી અને તોફાનો થયા પછી પણ સાંજે ફરીથી બીજી રેલી નીકળી હતી. આમ સરકારે બીજી રેલી માટે કેવી રીતે પરવાનગી આપી તે પણ એક સવાલ છે.

આણંદના બોરિયાવીમાં મસ્જીદ પાસે ડીજે વાગતા જે છમકલું થયું તેમાં પણ ફકત એક જ પક્ષ વિરુદ્ધ એફઆઈઆર કરી ધરપકડો કરવામાં આવી છે. ખંભાતમાં વૃદ્ધ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડયો તે પણ ખૂબ જ દુખદઃ બાબત છે. સરકાર જયારે જયારે ભીંસમાં આવે ત્યારે સરકાર અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના કનેકશન બતાવે છે. અમારી માંગણી છે કે જાે ખરેખર ષડયંત્ર થયું હોય તો ષડયંત્રકારોને કડકમાં કડક સજા થાય પરંતુ આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હોઈ મતોના ધ્રુવીકરણ માટે આવી બેજવાબદાર રાજનિતી ન કરવી જાેઈએ. આ રાજ્ય સરકાર પ્રેરિત તોફાનો છે અને આપણે અગાઉ ૨૦૦૨માં પણ જાેયું છે કે સરકારને લાગે છે કે અમો હારી રહ્યા છે તેવા સમયે આવી મોડસ ઓપરેન્ડી સરકાર દ્વારા અજમાવવામાં આવે છે.

મુખ્યમંત્રી બદલાતા હોય, મંત્રીઓ બદલાતા હોય અને કોઈપણ પ્રકારે પરિસ્થિતિ કાબૂમાં આવતી ન હોય ત્યારે પ્રધાનમંત્રીએ પોતે ગુજરાત આવીને બાગડોર સંભાળવી પડતી હોય તેવા સમયે ભાજપ છેલ્લે આ પ્રકારની ધ્રુવીકરણની રાજનીતિ કરે છે. માનવતા એ જ ધર્મ છે. સરકારનું કામ છે દેશમાં એકતા અને અખંડિતતા સ્થાપિત કરવાનું પરંતુ આજે એવી સરકાર સત્તામાં છે કે જે પોતાના વાણી વર્તન અને ભગની સંસ્થાઓ દ્વારા તેજાબી ભાષણો દ્વારા ધાર્મિક ભાવનાઓ ભડવાકી દેશમાં કોમી વૈમનસ્ય ઉભું કરી વાતાવરણ દૂષિત કરી રહી છે. સરકાર પહેલા ઉશ્કેરણી કરી બે સમાજને લડાવી, પછી મતોના ધ્રુવીકરણ માટે બુલડોઝરની રાજનિતી કરે છે. નિર્દોષ લોકોના જીવ જાય છે અને અનેક બહેનો વિધવા થાય છે અને બાળકો અનાથ બનતા હોય છે, નિર્દોષોને જેલમાં જવું પડે છે તે ફકત ભાજપ પોતાના મતોના રાજકારણ માટે આવા ષડયંત્રો કરે છે તે ખુબ જ દુખદઃ બાબત છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *