કેશોદ તાલુકાના ઈસરા ગામની મામા ફઈની બે સગી બહેનો ધોરણ 11ની પરીક્ષા આપવા કેશોદ આવી હતી અને પરીક્ષા આપી પરત જવા માટે કેશોદ એસટી બસ સ્ટેશન આવી ત્યાં ચારેય શખ્સોએ બંને બહેનનું અપહરણ કરી દિવ લઈ ગયા અને જ્યાં બંનેને નશીલુ પીણું પીવડાવી વારાફરથી સામૂહિક દુષ્કર્મ આચર્યું.
બનાવ અંગે પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.
જૂનાગઢ,
જૂનાગઢ જિલ્લાના કેશોદના ઇસરા ગામે રહેતી બે મામા ફઈની સગીર વયની બહેનો બે દિવસ પહેલા ધોરણ 11ની પરીક્ષા આપવા કેશોદ આવી હતી અને પરીક્ષા આપ્યા બાદ ઘરે પરત જવા કેશોદ એસટી બસ સ્ટેશને આવી હતી એ વખતે બસ સ્ટેશનમાં કાયમ અડ્ડો જમાવીને બેસતાં ચાર શખ્સો ધાક-ધમકી આપી દિવ લઈ ગયા જ્યાં બંનેને નશીલુ પ્રવાહી પીવડાવી ચારેય શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
બનાવ બાદ ચારેય ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. દરમિયાન મોડે સુધી બંને બેહનો ઘરે પરત ન ફરતા તેઓના વાલીઓ પણ ચિંતામાં હતા. તે દરમિયાન બંને સગીરાએ પરિવારજનોને ફોન પર પોતાની આપવીતી કહી હતી આથી સૌ ચોંકી ઊઠ્યા અને બંનેને ઇસરા પરત લાવી હકીકત સાંભળયા બાદ સમાજના લોકોની મદદથી કેશોદ પોલીસ મથકે આવ્યા અને ચારેય આરોપીઓ હરેશ હમીર બાબરીયા, વિશાલ સુરેશ બાબરીયા, હસલો સામે એટ્રોસિટી અને પોક્સો હેઠળ ગુનો નોંધી તેઓને ઝડપી લેવાની પોલીસે તજવીજ હાથ ધરી છે.
આ ઘટનામાં ગંભીર પડઘા પડતા જૂનાગઢ વંથલી કેશોદ અને ગીર સોમનાથ જિલ્લાના પીડિતાના સમાજના આગેવાનો કેશોદ પોલીસ સ્ટેશને દોડી આવ્યા અને નરાધમોને કડક સજાની માગણી કરી હતી પોલીસે બંનેને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી છે.