મારાખમ સીટીના એક સ્ટ્રીટને એ.આર. રહેમાનનું નામ આપવામાં આવ્યુ
કેનેડા સરકાર દ્વારા એક સ્ટ્રીટને ભારતીય ઓસ્કર વિનર મ્યુઝિક ડિરેક્ટર એ.આર. રહેમાનનું નામ આપવામાં આવ્યુ. આ ખાસ અવસરની તસવીર તેમણે પોતાના ટ્વીટર પર પોસ્ટ કરી હતી. તેમજ સાથે તેમણે ખાસ અવસરે પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતુ કે, આનાથી તેની વધુ સખત મહેનત કરવાની જવાબદારી વધી ગઇ છે. લાંબા સમય સુધી કામની પ્રેરણા મળી છે.
એ.આર રહેમાને કેનેડિયન અધિકારી સાથે સ્ટ્રીટ નજીક ફોટો પાડીને ટ્વીટ કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, મારા માટે આ ગૌરવની વાત છે કે, મારાખમ સીટીના એક સ્ટ્રીટને મારુ નામ આપવામાં આવ્યુ છે. આનાથી મને વધારે કામ કરવાની પ્રેરણા મળશે. કેનેડા સરકાર દ્વારા મ્યુઝિક ડિરેક્ટરને ખાસ સમ્માન આપવામાં આવ્યુ છે. તેના નામની એક સ્ટ્રીટ બનવવામાં આવી છે. રહેમાનને ૨૦૦૮માં બે ઓસ્કર મળ્યા હતા. એ.આર. રહેમાન ૨૦૦૮માં સ્લમ ડોગ મિલેનિયોર નામની મૂવિમાં મ્યુઝિક માટે ઓસ્કર એવૉર્ડ મળ્યો હતો.