કારંજ પોલીસ અને સંજરી એક્સપ્રેસ દ્વારા વિદ્યાર્થીઓનું અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
વિદ્યાર્થીઓને સન્માન પત્રક, ચોપડા તથા પેન બોક્ષ ભેટમાં આપવામાં આવ્યું હતું.
કોમી એકતાના ભાગરૂપે આગામી તા.૦૧/૦૭/૨૦૨૨ના રોજ ૧૪૫મી જગન્નાથજીની રથયાત્રાના તહેવારમાં કોમી સદ્ભાવના જળવાઈ રહે તે હેતુથી તમામ ધર્મના ૩૦ જેટલા ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કરાયું.
આમીર શેખ (સંજરી એક્સપ્રેસ)
અમદાવાદ,તા.૨૧
શહેરના પટવાશેરી મુસ્લીમ બાવર્ચી જમાત હોલ ખાતે કારંજ પોલીસ સ્ટેશન અને સંજરી એક્સપ્રેસ (ન્યૂઝ પેપર) દ્વારા કોમી એકતાના ભાગરૂપે તમામ ધર્મના ૩૦ જેટલા ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સભારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને સન્માન પત્રક, ચોપડા તથા પેન બોક્ષ ભેટમાં આપવામાં આવ્યું હતું.
આ પ્રોગ્રામમાં અધિક પોલીસ કમિશનર આર.વી. અસારી, નાયબ પોલીસ કમિશનર ઝોન-2 જયદીપ સંહિ જાડેજા, મદદનીશ પોલીસ કમિશનર ‘સી’ ડીવીઝન સ્મિત ગોહિલ, કારંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી. ટી.ચૌધરી, PSI એસ.આઈ મકરાણી તથા સમગ્ર કારંજ પોલીસનો સ્ટાફ, સંજરી એક્સપ્રેસ ન્યૂઝ પેપરના તંત્રી આમીર શેખ, મેનજીગ તંત્રી હાસીમ શેખ, કુરેશ મસ્જીદના મુફ્તી, ડોક્ટર, એડવોકેટ, પત્રકારો અને મોહલ્લાના આગેવાનોએ હાજર રહી પ્રોગ્રામને સફળ બનાવ્યું હતું.
આ પ્રસંગે સંજરી એક્સપ્રેસ (ન્યૂઝ પેપર)ના તંત્રી આમીર શેખ દ્વારા અધિક પોલીસ કમિશનર આર.વી. અસારી, નાયબ પોલીસ કમિશનર ઝોન-2 જયદીપ સંહિ જાડેજા, મદદનીશ પોલીસ કમિશનર ‘સી’ ડીવીઝન સ્મિત ગોહિલ, કારંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી. ટી.ચૌધરી અને PSI એસ.આઈ મકરાણીને શાલ ઓઢાડી તથા સંજરી એક્સપ્રેસ (ન્યૂઝ પેપર)ના મેનેજીંગ તંત્રીએ પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું.
કારંજ પો.સ્ટેશન વિસ્તારમાં આવેલ પટવાશેરી બિલાલ મસ્જીદ પાસે કારંજ પોલીસ સ્ટેશન અને સંજરી એક્સપ્રેસ (ન્યૂઝ પેપર) દ્વારા કોમી એકતાના ભાગરૂપે આગામી તા.૦૧/૦૭/૨૦૨૨ના રોજ ૧૪૫મી જગન્નાથજીની રથયાત્રાના તહેવારમાં કોમી સદ્ભાવના જળવાઈ રહે તે હેતુથી તમામ ધર્મના ૩૦ જેટલા ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સભારંભ યોજીને વિદ્યાર્થીઓને પુરષ્કાર તથા ચોપડા આપીને સન્માન કરાયું હતું.
આગામી રથયાત્રા ૨૦૨૨ના અનુસંધાને સામાજિક એકતા અને સદભાવના સાથે આયોજન થાય તેમજ રથયાત્રા કારંજ પો.સ્ટે. વિસ્તારમાંથી કોમી એખલાસ તેમજ ભાઇચારાથી શાંતિપૂર્વક પસાર થાય તેમજ પોલીસ કમિશ્નરશ્રીએ રથયાત્રાના તહેવાર અનુસંધાને બાહર પાડેલ જાહરે નામાનો ભંગ ના થાય તેમજ વિસ્તારમાં સુલેહ-શાંતિનો ભંગ ના થાય તે અંગે સૂચનો આપવામા આવ્યા હતા.