ખમાસા ચાર રસ્તા પાસે વહેલી સવારે ફરીયાદી બહેનના ગળામા પહેરેલ સોનાની પેન્ડલ સાથેની ચેઇનની ચીલઝડપ કરી લઈ ગયો હતો.
કારંજ પોલીસે સીસીટીવી ફુટેઝ મેળવી તથા ખાનગી બાતમીદારોને એક્ટીવ કરીને ગુનો શોધવા કડી મેળવવા ચક્રો ગતીમાન કર્યા હતા.
અમદાવાદ,તા.૧૭
શહેરના ખમાસા ચાર રસ્તા પાસે આવેલ પારસી અગયારીની સામે જાહેર રોડ ઉપરથી ગઈ તા.૧૬/૦૮/૨૦૨૨ના વહેલી સવારના ૦૪/૧૫ વાગ્યાના સુમારે ફરીયાદી બહેનના ગળામા પહેરેલ સોનાની ચેઇન પેન્ડલ સાથેની કિમત. રૂ.૧,૦૦,૦૦૦/- ની અજાણ્યો ઇસમ ગળામાંથી ખેંચી ચીલઝડપ કરી લઈ ગયો હતો. જે અંગે કારંજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા કારંજ પો.ઇન્સ. પી.ટી.ચૌધરી સાહેબે ગુનાની ગંભીરતાથી નોંધ લઈ, ગુનો શોધવા માટે પોલીસ માણસોને ખંતથી યથાર્થ પ્રયત્નો હાથ ધરવા જરુરી માર્ગદર્શન આપી હતી. જેથી ગુનાવાળી જગ્યાની વીઝીટ કરી અલગ-અલગ ટીમો બનાવી જગ્યાની આજુબાજુના સીસીટીવી ફુટેઝ મેળવી તથા ખાનગી બાતમીદારોને એક્ટીવ કરીને ગુનો શોધવા કડી મેળવવા ચક્રો ગતીમાન કર્યા હતા.
કારંજ પોલીસ સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ગલબાભાઈને બાતમી મળવાના આધારે આરોપી શાહરૂખ મહબેબુ ભાઇ શેખ (ઉ.વ.૩૦) રહે. (બુખારાનો મહોલ્લો પારસી અગયારી સામે ખમાસા ચાર રસ્તા પાસે)ને મુદ્દામાલ સાથે જડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી કારંજ પોલીસે પ્રશંસનીય કામગીરી હતી.
.