Safeer News

Breaking News from Ahmedabad

દેશ

કામનું/ તમારી પાસે પણ છે રેશન કાર્ડ તો ફ્રી રાશન સાથે મળશે અન્ય લાભો, જાણો કેવી રીતે કરી શકો છો ઓનલાઈન એપ્લાય

રેશન કાર્ડ આપણા બધા માટે એક મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ છે. આ કાર્ડ દ્વારા તમને મફત અનાજ સિવાય ઘણી ખાસ સુવિધાઓ મળે છે, પરંતુ ઘણા લોકો તેના વિશે જાણતા નથી.

રેશન કાર્ડ આપણા બધા માટે એક મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ છે. આ કાર્ડ દ્વારા તમને મફત અનાજ સિવાય ઘણી ખાસ સુવિધાઓ મળે છે, પરંતુ ઘણા લોકો તેના વિશે જાણતા નથી. આજે અમે તમને જણાવીશું કે તમે રેશન કાર્ડમાંથી કઈ સુવિધાઓનો લાભ લઈ શકો છો.

મળે છે ફ્રી અનાજ

ઉલ્લેખનીય છે કે કોરોનાના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ જનતાને ફ્રી ઘઉં, ચોખાની સુવિધા આપવામાં આવી હતી. 

મળે છે અન્ય ઘણી સુવિધાઓ

ઉલ્લેખનીય છે કે રેશન કાર્ડ દ્વારા ફ્રી અને સસ્તા રાશન સિવાય તમને બીજી ઘણી પણ અન્ય સુવિધાઓ મળે છે. તમે આ કાર્ડનો એડ્રેસ પ્રૂફ તરીકે ઉપયોગ કરી શકો છો. આ સિવાય તેનો ઉપયોગ ઓળખ કાર્ડ તરીકે પણ થઈ શકે છે. બેંકનું કામ હોય કે ગેસ કનેક્શન લેવાનું હોય, તમે આ કાર્ડનો ઉપયોગ દરેક જગ્યાએ કરી શકો છો. વોટર આઈડી કાર્ડ બનાવવા ઉપરાંત તેનો ઉપયોગ અન્ય જરૂરી દસ્તાવેજો બનાવવા માટે પણ થઈ શકે છે.

Ration Card માટે કરો ઓનલાઈન અરજી

  • – તમે રાજ્યની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનુ રહેશે
  • – ઉદાહરણ તરીકે… જો તમે ઉત્તર પ્રદેશના રહેવાસી છો તો https://fcs.up.gov.in/FoodPortal.aspx ને એક્સેસ કરી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. 
  • – તેના પછી Apply online for ration cardની લિંક પર ક્લિક કરો
  • – રેશન કાર્ડ બનાવવા માટે આઈડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, હેલ્થ કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ વગેરે આપી શકાય છે. 
  • – રેશન કાર્ડ માટે અરજી ફી 5 રૂપિયાથી લઈ 45 રૂપિયા સુધી છે. 
  • -અરજી કર્યા પછી ફી જમા કરો અને એપ્લિકેશન સબ્મિટ કરો
  • – ફીલ્ડ વેરિફિકેશન થયા પછી જો તમારી અરજી યોગ્ય હોય છે, તો તમારુ રેશન કાર્ડ બની જશે. 

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *