કળિયુગમાં માનવતાની મિસાલ જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો…. ઇન્દોરમાં રહેતી નિરાધાર 7 વર્ષની બાળકીનું ફેસબૂકના 1 ગ્રુપ દ્વારા ઈમદાદ આપી ઓપરેશન કરાવી નવું જીવનદાન આપ્યું. ગત દિવસોમાં ઇન્દોરમાં રહેતી 7 વર્ષની દીકરી આરીસતા બાનુંને ગળાના ભાગમાં ગાંઠની તકલીફ થઈ હતી જેનાથી તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેની માતા સનાયા શેખ ડોક્ટરને બતાવતા ડોક્ટરે ઓપરેશન ખર્ચ 60,000ની આસપાસ જણાવ્યું હતું.

માતા સનાયા શેખની પાસે કોઈ આધાર ન હતો ..તેઓ દ્વારા રિપોર્ટર ઈરફાન મલેકનો નંબર મેળવી તમામ માહિતી આપી હતી. ઈરફાન મલેક દ્વારા ફેસબુક પર ગુજરાત મુસ્લિમ સમાજ નામના ગ્રુપના એડમીન અંજુમ સોરા રાજકોટને જાણ કરી ગ્રુપમાં બાળકી વિશે પોસ્ટ કરતા તમામ ગ્રુપના સભ્યો દ્વારા ઓપરેશનની રકમનો ફાળો આપી બાળકીનો સફળ ઓપરેશન કરાવી જીવ બચાવી માનવતાની મિસાલ આપી હતી. તેમજ આ ગ્રુપ દ્વારા કોરોના કાળમાં પણ અનેક લોકોને આર્થિક મદદ કરવામાં આવી હતી.