ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે ઓજસ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા મોદીજીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.
આ દિવસે બાપુનગર વિધાનસભા, સરસપુર-રખિયાલ વોર્ડમાં આવેલ તમામ આંગણવાડીના વર્કર અને હેલ્પર બહેનોનું અને વિસ્તારના તબીબો, આશા વર્કર, સામાજિક કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એબીસી ટ્રસ્ટના પ્રેસિડેન્ટ શ્રી ડૉ.મુન્નાભાઈ શેખ સહીત તેમની ટીમના ડોકટરો ડૉ. રમીઝ કાઝી, ડૉ.રોહાન શૈખ, ડૉ. નિઝામ સૈયદ, ડૉ. અજહરુદ્દીન શૈખ, ડૉ.અઝીમ સિંધીને “કોરોના વોરીયર્સ”નું સર્ટીફીકેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
ઓજસ હોસ્પિટલ દ્વારા તમામ આંગણવાડીના બહેનોને નિશુલ્ક હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા હતા જેના દ્વારા તમામ બહેનોને દર 20 દિવસે ચેકઅપ કરવામાં આવશે તેમજ કોઈપણ રોગનું નિદાન થાય તો તેની પ્રાથમિક સારવાર આપવામાં આવશે. ખાસ કરીને 120 કરતા પણ વધારે આંગણવાડીના 5,000 કરતા પણ વધારે બાળકોને પણ ઓજસ હોસ્પિટલ દ્વારા નિશુલ્ક હેલ્થ કાર્ડ આપવામાં આવશે તેમજ તેઓને તપાસ કરી વર્ષ દરમિયાન જરૂર જણાય ત્યારે પ્રાથમિક સારવાર આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ સભ્ય શ્રી હસમુખભાઈ એસ પટેલ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શાસક પક્ષના નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીઓ શ્રી દિનેશભાઈ કુશવાહ, શ્રીમતી મંજુલાબેન ઠાકોર, શ્રીમતી ભારતીબેન વાણીયા, ગુજરાત આયુર્વેદ બોર્ડના ચેરમેન ડો.હસમુખ જીવરાજભાઈ સોની, ટ્રસ્ટી શ્રીમતી શારદાબેન સોની, મનીષભાઈ સોની, પૂનમબેન સોની ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તારના સિનિયર આગેવાનો શ્રી ડાહ્યાભાઈ પરમાર ડો. કિરીટભાઈ પટેલ, ડો. અશરફભાઈ અન્સારી, જયેશભાઈ બારોટ, શ્રી મુકેશભાઈ પરમાર, શ્રી મુકેશભાઈ વાણીયા, શ્રી વિલિયમભાઈ ક્રિશ્ચિયન, શ્રી નારાયણભાઈ સોની, શ્રી કમલેશભાઈ સોની, એબીસી ટ્રસ્ટના પ્રેસિડેન્ટ શ્રી ડૉ.મુન્નાભાઈ શેખ સહીત તેમની ટીમના ડોકટરો, ડૉ.રમીઝ કાઝી, ડૉ.રોહાન શૈખ, ડૉ.નિઝામ સૈયદ, ડૉ.અઝીમ સિંધી, શ્રી સચિનભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.