ભારત હૉંગકોંગ સામે 31 ઓગસ્ટે મેચ રમીને સુપર-4માં પ્રવેશવા માંગશે
એશિયા કપ 2022ની શરૂઆત ભારતીય ટીમે જીત સાથે કરી હતી અને આજે એટલે કે 31 ઓગસ્ટે ભારત પોતાની બીજી મેચ હૉન્ગકોંગ વિરૂદ્ધ રમશે. હૉન્ગકોન્ગની ટીમ આ ટૂર્નામેન્ટમાં આ પ્રથમ મેચ છે. ભારતની નજર હૉન્ગકોંગને હરાવીને સુપર 4માં જગ્યા પાક્કી કરવા પર હશે અને એશિયા કપ 2022 ક્વોલિફાયરની વિજેતા ટીમ સુપર 4ની રેસમાં બની રહેવા માટે મુકાબલો જીતવા માંગશે. એવામાં આ મેચ રોમાંચક હશે અને તમે આ મુકાબલા પહેલા જાણી લો કે કોણ કઇ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે.
ભારતીય ક્રિકેટ ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ તો ટીમ કોઇ બદલાવ સાથે ઉતરી શકે છે પરંતુ કેપ્ટન રોહિત શર્મા તે ભૂલને દોહરાવતા બચશે, જે ટીમે પાકિસ્તાન વિરૂદ્ધ કરી હતી. સ્લો ઓવર રેટને કારણે ટીમે એક વધારાના ખેલાડીને 30 ગજના દાયરામાં રાખવો પડ્યો હતો. એવામાં અવેશ ખાનની જગ્યાએ આર.અશ્વિનને તક મળી શકે છે. બીજી તરફ રિષભ પંત દિનેશ કાર્તિકની જગ્યાએ રમી શકે છે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક/ રિષભ પંત (વિકેટ કીપર), ભૂવનેશ્વર કુમાર, અવેશ ખાન/આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહ
ગ્રુપ એની ત્રીજી ટીમ હૉંગકોંગની વાત કરીએ તો આ ટીમ એશિયા કપ 2022માં પોતાની પ્રથમ મેચ રમશે. જોકે, એશિયા કપ 2022માં ક્વોલિફાયર ટીમ ત્રણેય મેચ જીતવામાં સફળ રહી હતી. એવામાં અહી પણ ભારતને ટક્કર આપવાનો પ્રયાસ રહેશે. માનવામાં આવી રહ્યુ છે કે જે પ્લેઇંગ ઇલેવન સાથે હૉંગકોંગની ટીમે ક્વોલિફાયર મેચ રમી હતી, લગભગ તે ટીમ ભારત વિરૂદ્ધ ઉતરી શકે છે.
હૉંગકોંગની સંભવિત પ્લેઇંગ ઇલેવન
નિજાકત ખાન (કેપ્ટન), યાસિમ મુર્તજા, બાબર હયાત, કિનચિત શાહ, એજાજ ખાન, સ્કૉટ મૈકકેની (વિકેટ કીપર), જીશાન અલી, હારૂન અરશદ, અહેસાન ખાન, મોહમ્મદ ગજાનફર અને આયુષ શુકલા