આસિસ્ટન્ટ એન્જિનિયરના પદ માટે અરજી કરવાની અંતિમ તારીખ 2 સપ્ટેમ્બર
જમ્મુ અને કાશ્મીરના લોક નિર્માણ વિભાગમાં નોકરી શોધી રહેલા યુવાઓ માટે સુવર્ણ તક છે. જેની માટે JKPSCએ આસિસ્ટન્ટ એન્જિનિયર (મિકેનિકલ)ની ખાલી જગ્યા પર ભરતી માટે અરજી મંગાવી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદ માટે અરજી કરવા માંગે છે તે JKPSCની ઓફિશિયલ વેબસાઇટ jkpsc.nic.in પર જઇને અરજી કરી શકે છે. આ પદો માટે અરજી કરવાની અંતિમ તારીખ 2 સપ્ટેમ્બર 2022 છે.
આ સિવાય ઉમેદવાર સીધી આ લિંક http://jkpsc.nic.in/ દ્વારા પણ આ પદો માટે અરજી કરી શકે છે. અરજી કર્યા પહેલા ઓફિશિયલ વેબસાઇટ પર જઇને નોટિફિકેશન વાંચી લેવી જોઇએ અને યોગ્ય હોય તો જ આ ભરતી માટે અરજી કરવી જોઇએ. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 61 પદ ભરવામાં આવશે.
JKPSC Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખ
ઓનલાઇન અરજી કરવાની શરૂઆતની તારીખ- 3 ઓગસ્ટ
ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ- 2 સપ્ટેમ્બર
JKPSC Recruitment 2022 માટે ખાલી જગ્યા
કુલ પદની સંખ્યા- 61
JKPSC Recruitment 2022 માટે યોગ્યતા માપદંડ
ઉમેદવારો પાસે એન્જિનિયરિંગ સબંધિત બ્રાંચમાં ગેજ્યુએટની ડિગ્રી અથવા એન્જીનિયરિંગની ઉપયુક્ત શાખામાં AMIE સેક્શન (એ અને બી) ભારતમાં હોવી જોઇએ.
JKPSC Recruitment 2022 માટે અરજી કરવાની ફી
અનામત શ્રેણીના ઉમેદવારો માટે ફી 100 રૂપિયા છે અને જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 500 રૂપિયા છે.
JKPSC Recruitment 2022 માટે પસંદગી પ્રક્રિયા
ભરતી માટે પંચ 100 માર્ક્સની લેખિત પરીક્ષા (એમસીક્યૂ આધારિત) આયોજિત કરશે. પરીક્ષા શ્રીનગર અને જમ્મુ કેન્દ્રો પર આયોજિત કરવામાં આવશે. શોર્ટ લિસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ/ વાઇવા વૉયસ માટે બોલાવવામાં આવશે.
JKPSC Recruitment 2022 પગાર ધોરણ-
આસિસ્ટન્ટ એન્જિનિયરની જગ્યા માટે પગાર ધોરણ 50700થી 1,60600 રૂપિયા સુધી આપવામાં આવશે.
પરીક્ષા ક્યા યોજાશે
પરીક્ષા જમ્મુ અને શ્રીનગર બે કેન્દ્ર પર યોજવામાં આવશે. ઉમેદવારે ફોર્મ ભરતા સમયે આ બન્ને કેન્દ્રમાંથી કોઇ એકની પસંદગી કરવાની રહેશે.