Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

એક મુસ્લિમ નેતાની સ્પીચનો વિડિયો થયો વાઈરલ, લોકોને વિશ્વાસ જ નહિ થાય કે કોઈ આવું કહી શકે….

મુસલમાનોએ જે પણ દેશમાં રહે તેનું સન્માન કરવું જાેઈએ.

મુસ્લિમોએ પોતાના દેશ પ્રત્યે પ્રમાણિક રહેવું જાેઈએ.

મુસલમાનોએ પોતાના દેશ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ.

મુસ્લિમોએ પોતાના દેશ, ઝંડા અને તેના વારસાનું સન્માન કરવું જાેઈએ.

આજકાલમાં એક એવો વીડિઓ વાઈરલ થઇ રહ્યો છે કે શું કહેવું ? આ વિડીઓ એક મુસ્લિમ નેતાની સ્પીચનો છે અને આ વીડિયો બધી જગ્યાએ ખુબ વાયરલ પણ થઈ રહ્યો છે. વીડીયોમાં એક મોટા પ્રમાણમાં આયોજિત કરેલો મુસ્લિમ સમુદાયના એક સંમેલનનો છે. યુનાઈટેડ આરબ અમીરાત (UAE)માં વિશ્વ મુસ્લિમ સમુદાય પરિષદનું એક સંમેલન યોજાઈ ગયું. જેમાં વિશ્વભરના મુસ્લિમ નેતાઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં ઈજિપ્તના એક મંત્રીએ એવું તો શું ભાષણ આપ્યું કે ઝડપી સમયમાં જ વિડીઓ વાયરલ થઈ ગયું અને એવું તો શું કહ્યું કે સૌ કોઈને કઈ વિશ્વાસ જ નથી થતો. વાઈરલ વિડીયોમાં સંમેલનમાં ભાષણ આપ્યું છે જેના શબ્દો અને બોલીથી સૌ કોઈને વિશ્વાસ જ ના થયો.

ઈજિપ્તના મંત્રી ડો. મોહમ્મદ ગોખ્તાર ગોમાએ આ સંમેલનમાં પોતાના ભાષણમાં કહ્યું કે મુસ્લિમોને ફક્ત તર્કસંગત રીતથી એક કરી શકાય છે. મુસલમાનોએ જે પણ દેશમાં રહે તેનું સન્માન કરવું જાેઈએ. ભલે એ દેશમાં મુસ્લિમ લઘુમતી હોય કે બહુમતી. મુસ્લિમોએ પોતાના દેશ પ્રત્યે પ્રમાણિક રહેવું જાેઈએ. તેમણે કહ્યું કે દુનિયાના તમામ દેશોના મુસલમાનોને એક ઝંડા, એક દેશ અને એક શાસક હેઠળ ભેગા કરવા અશક્ય છે. તેમણે કહ્યું કે આપણે બધા ઉગ્રવાદ અને આતંકવાદનો સામનો કરવા માટે એકજૂથ છીએ. મુસલમાનોએ પોતાના દેશ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. પોતાના દેશ, ઝંડા અને તેના વારસાનું સન્માન કરવું જાેઈએ.

વધુમાં તેમણે મુસ્લિમ વિદ્વાનોને સલાહ આપતા કહ્યું કે તેમણે કટ્ટરપંથી જૂથોના એજન્ડાને બધાની સામે ખોલવા જાેઈએ. આપણે તે જૂથોનો સામનો કરવો જાેઈએ જે ઈસ્લામનો ચોળો ઓઢીને ધર્મને વિકૃત કરે છે. આપણે ઉગ્રવાદ અને આતંકવાદનો સામનો કરવા માટે એકજૂથ છીએ. જાે આપણે આપણા જીવનમાં સફળ નહીં થઈએ તો લોકો આપણા ધર્મનું સન્માન નહીં કરે. તેમની આ સ્પીચ હાલ સોશિયલ મીડિયામાં એવી વાયરલ થઈ રહી છે. જેના પર સૌ કોઈ તે વિડિયોનો પોતપોતાના અભિપ્રાયો આપતા હોય છે અને અમુક લોકો તો એવા અભિપ્રાયો આપતા જાેવા મળ્યા કે કઈ જ ન કહી શકાય.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *