Safeer News

Breaking News from Ahmedabad

દેશ

ઉ.પ્રદેશ સરકારની પોપ્યુલેશન પોલિસી સામે વિશ્વ હિન્દુ પરિષદે વાંધો ઊઠાવ્યો

એક બાળકની નીતિ પર પ્રશ્ન, આલોક કુમારે યૂપી કાયદા પંચને પત્ર લખ્યો

ન્યુ દિલ્હી,
વિશ્વ હિન્દુ પરિષદે ઉત્તર પ્રદેશ સરકારે લાવેલી નવી વસ્તી નીતિ પર પ્રશ્નો ઉભા કર્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી પ્રમુખ આલોક કુમારે આ મુદ્દે યુપી કાયદા પંચને પત્ર લખ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બિલમાં સમાવિષ્ટ એક બાળકની નીતિ પર પ્રશ્નો ઉભા કર્યા છે. વીએચપીનું કહેવું છે કે પબ્લિક સર્વન્ટ અથવા અન્ય લોકોને એક બાળક હોવા પર ઈન્સેન્ટિવ આપવાની વાત કરવામાં આવી છે. આ નિયમ બદલવો જાેઈએ.

વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું છે કે બે બાળકોની નીતિ વસ્તી નિયંત્રણ તરફ દોરી જાય છે. પરંતુ બે કરતા ઓછા બાળકોની નીતિ આવતા સમયમાં ઘણી નકારાત્મક અસરો પેદા કરી શકે છે. વિશ્વ હિન્દુ પરિષદે પોતાના પત્રમાં પ્રશ્નો ઉભા કર્યા છે કે જાે વન ચાઈલ્ડ નીતિ લાવવામાં આવે તો તે સમાજમાં વસ્તીનું અસંતુલન પેદા કરશે. આવી સ્થિતિમાં સરકારે ફરીથી તેના પર વિચારવું જાેઇએ, નહીં તો તેની અસર નેગેટિવ ગ્રોથ પર થઈ શકે છે. આ પત્રમાં જણાવાયું છે કે વીએચપી સરકારે લાવેલી વસ્તી નીતિ, બે બાળકો પેદા કરવાની નીતિને સમર્થન આપે છે. પરંતુ આ સાથે ઘણા પ્રશ્નો પણ ઉભા થયા છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આસામ, કેરળ જેવા રાજ્યોમાં વસ્તીના વિકાસમાં અસંતુલન જાેવા મળ્યું છે. આવી સ્થિતિમાં, ઉત્તરપ્રદેશે આવું પગલું ટાળવું જાેઈએ અને લાવવામાં આવેલી નવીનતમ વસ્તી નીતિમાં ફેરફાર કરવો જાેઈએ.

કયા નિયમમાં વાંધો છે?
તમને જણાવી દઈએ કે નવી વસ્તી નીતિમાં આ વાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જાે કોઈ વ્યક્તિ પોતાની મરજી મુજબ નસબંધી કરાવે છે, અથવા તેનું એક જ સંતાન પેદા કરે છે, તો તેને સરકાર તરફથી ઈન્સેટિવ આપવામાં આવશે. આમાં સરકાર દ્વારા અનેક સુવિધાઓ આપી શકાય છે. કોઈ જાેબ કરતા વ્યક્તિને ટેક્સ છૂટ જેવા લાભો આપી શકાય છે, તો પછી જાે કોઈ જાેબ પ્રોફેશન નહીં હોય તો તેને સરકારી યોજનાઓનો લાભ મળી શકશે. તમને જણાવી દઈએ કે વિશ્વ વસ્તી દિવસના પ્રસંગે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રવિવારે ઉત્તર પ્રદેશની નવી વસ્તી નીતિ જાહેર કરી હતી. આ દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યું કે વધતી વસ્તી વિકાસમાં મોટો અવરોધ છે. યુપી સરકારની નવી વસ્તી નીતિમાં લોકોને બે બાળકો રાખવા માટે પ્રોત્સાહિત કરવાની બાબત છે, જ્યારે સમય આવે ત્યારે બેથી વધુ બાળકો હોવા પર સરકારી સુવિધાઓ, નોકરી પર પ્રતિબંધ મૂકવાની જાેગવાઈ પણ કરવામાં આવી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *