Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

ઉત્તર કોરિયામાં ભૂખમરો, ૧ કિલો કેળાની કિંમત પહોંચી ૩,૩૩૬ રૂપિયા


બ્લેક ટીનાં પેકેટની કિંમત ૫,૧૬૭ રૂપિયા અને કોફીની કિંમત ૭,૩૮૧ રૂપિયા થઈ ગઈ છે.

દેશમાં એક કિલો મકાઈ ૨૦૪.૮૧ રૂપિયામાં વેચાઇ રહી છે.

એક કિલો કેળાની કિંમત ૩,૩૩૬ રૂપિયા થઇ ગઇ છે.

તાનાશાહ કિમ જાેંગ ઉનને કારણે, ઘણીવાર ચર્ચામાં રહેનારા ઉત્તર કોરિયામાં છેલ્લા ઘણા દિવસોથી મોટી મુસિબત ત્યાની જનતાને પરેશાન કરી રહી છે. અહેવાલો અનુસાર, ત્યાંની ખાદ્ય ચીજાે અણધારી રીતે મોંઘી થઈ ગઈ છે. એક સમાચાર અનુસાર, એક કિલો કેળાની કિંમત ૩,૩૩૬ રૂપિયા થઇ ગઇ છે. આવી જ રીતે બ્લેક ટીનાં પેકેટની કિંમત ૫,૧૬૭ રૂપિયા અને કોફીની કિંમત ૭,૩૮૧ રૂપિયા થઈ ગઈ છે. દેશમાં એક કિલો મકાઈ ૨૦૪.૮૧ રૂપિયામાં વેચાઇ રહી છે.

સમગ્ર વિશ્વમાં કોરોનાએ તાંડવ મચાવ્યુ છે. ત્યારે ઉત્તર કોરિયામાં સ્થિતિ દુનિયાથી વિપરીત થઇ રહી હોવાનુ સામે આવી રહ્યુ છે. જણાવી દઇએ કે, ખાદ્ય સામગ્રીનાં સંકટની પાછળ કોરોના મહામારી, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને વ્યાપક પૂરનાં કારણે બોર્ડરનું બંધ હોવાનુ કહેવાય છે. ચીનનાં સત્તાવાર આંકડા મુજબ, દેશ ખોરાક, ખાતર અને બળતણ માટે ચીન પર ર્નિભર છે, પરંતુ તેની આયાત ૨.૫ અબજ ડોલરથી ઘટીને ૫૦૦ મિલિયન ડોલર થઈ ગયુ છે. આપને જણાવી દઇએ કે, પરિસ્થિતિ એટલી ભયંકર છે કે ઉત્તર કોરિયાનાં ખેડૂતોને કથિતરૂપે ખાતરોનાં ઉત્પાદનમાં મદદ કરવા માટે દરરોજ ૨ લિટર પેશાબનું યોગદાન કરવા માટે કહેવામાં આવ્યું હતું.

સ્થાનિક મીડિયા અનુસાર, દેશનાં સુપ્રીમ લીડર કિમ જાેંગ ઉને પણ સ્વીકાર્યું છે કે ઉત્તર કોરિયામાં ખાદ્ય પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. આપને જણાવી દઈએ કે, ઉત્તર કોરિયા તેના પરમાણુ હથિયારો અને બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમો માટે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો સામનો કરી રહ્યુ છે. આની સાથે સાથે, કોરોના મહામારી અને પૂરે ઉત્તર કોરિયાનાં અર્થતંત્ર પર વધુ દબાણ કરવાનુ કામ કર્યુ છે.

કિમ જાેંગ ઉને એક બેઠકમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે દેશની અર્થવ્યવસ્થામાં સુધારો થયો છે, પરંતુ ખાદ્ય ચીજાેનાં સંદર્ભમાં દેશની સ્થિતિ વધુ કથળી રહી છે, કારણ કે ગયા વર્ષે તોફાનને કારણે થયેલા નુકસાનને કારણે કૃષિ ક્ષેત્રે તેઓ પોતાના અનાજ ઉત્પાદન યોજનાને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા છે. આપને જણાવી દઈએ કે, પાછલા ઉનાળામાં ઉત્તર કોરિયા તોફાન અને પૂરનો ભોગ બન્યો હતો, જેના કારણે હજારો ઘરોનો નાશ થયો હતો અને ખેતરોમાં પાણી ભરાયા હતા. આપને જણાવી દઈએ કે, ઉત્તર કોરિયાની સરહદો ગયા વર્ષે જાન્યુઆરીથી કોરોના વાયરસનાં ડરથી બંધ છે. ઉત્તર કોરિયા દાવો કરે છે કે તેના દેશમાં કોરોનાનો એક પણ કેસ નથી. જાે કે વિશ્લેષકો તેમના દાવા પર સવાલ ઉભા કરી રહ્યા છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *