હાલમાં ગૂગલ પ્લે સ્ટૉરમાં ઇન્સ્ટન્ટ લૉન માટેની સેંકડો મોબાઇલ એપ્સ અવેલેબલ છે, આ તમામથી બચીને રહેવુ ખુબ જરૂરી છે. જાણો આના વિશે
આજના સમયમાં મોબાઇલ એપ્સના માધ્યમથી પૈસાની લેવડદેવડ કરવી એકદમ આસાન રીત બની ગઇ છે. નાનાથી લઇને લોકો મોટા મોટા પેમેન્ટ હવે મોબાઇલ એપ્સથી કરી રહ્યાં છે. આ જ કારણે છેલ્લા કેટલાય સમયથી લેવડલેવડ માટેની મોબાઇલ નકલી અને ચીટિંગ એપ્સ પણ મોટાપાયે એક્ટિવ થઇ ચૂકી છે. આ એપ્સ એવી હોય છે કે જે તમારા બેન્ક ખાતાને ગણતરીની મિનીટોમાં ખાલી પણ કરી દે છે. આ એપ્સમાં જાહેરાતો ખુબ આવી રહી હોય છે. હાલમાં ગૂગલ પ્લે સ્ટૉરમાં ઇન્સ્ટન્ટ લૉન માટેની સેંકડો મોબાઇલ એપ્સ અવેલેબલ છે, આ તમામથી બચીને રહેવુ ખુબ જરૂરી છે. જાણો આના વિશે
મિનીટોમાં લૉન આપનારી એપ્સ
ગણતરીની મિનીટોમાં હજારો રૂપિયાની લૉન આપવાનો દાવો કરનારી આ મોબાઇલ એપ્સ ચીન દ્વારા ચલાવવામાં આવી રહેલો એક એજન્ડા અને કાવતરુ છે. આ એપ્સ પર તરત જ લૉન આપવાનો ખોટો દાવો કરવામાં આવે છે. વિના કોઇ કાગળે લૉન આપવાનો દાવો કરનારી આ એપ ચીન માટે કામ કરે છે.
દિલ્હી પોલીસનો મોટો ખુલાસો
દિલ્હી પોલીસ એવી ગેન્ગનો પર્દાફાશ કર્યો છે કે આ ઇન્સ્ટન્ટ લૉન આપનારી એપ એસલમાં યૂઝર્સના ડેટા ચીનમાં રહેલા સર્વરમાં મોકલવાનુ કામ કરે છે. પછી આ લૉન માટે અરજી કરનારા લોકોના નંબરને ભારતીય ઠગોને આપી દેવામાં આવે છે, જેનાથી તે લોકો દ્વારા અલગ અલગ રીતે લૂંટવાની યોજના બનાવવામાં આવી રહી છે. લૉનની કેવાયસી (KYC) કરતી વખતે પીડિતો પાસેથી તેમનુ કૉન્ટેક્ટ લિસ્ટ, ચેટ્સ, ઇમેજ સહિત અન્ય મહત્વપૂર્ણ ડેટાનો એક્સેસ લઇ લેવામાં આવે છે. આની મંજૂરી આપ્યા વિના કેવાયસી માટે ના પાડી દેવામાં આવે છે. આ ઉપરાંત જરૂરી ડેટા લીધા બાદ તેને ચીનમાં મોકલી દેવામાં આવતો હતો. અમે અહીં નીચે કેટલીક એવી એપ્સ વિશે બતાવી રહ્યાં છીએ, જો આ એપ્સ તમારા ફોનમાં છે તો તેને તરત જ ડિલીટ કરી દો.
આ છે તે ખતરનાક ચાઇનીઝ એપ્સ
Cash Port
RupeeWay
LoanCube
WowRupee
HDB loan app
Cash tree app
RAw loan app
Under process
Minute cash app
Cash light app
Cash fish app
HD credit app
Ruppes land app
Cash room app
Rupee loan app
Well Kredit app
SmartWallet
GiantWallet
HiRupee
SwiftRupee
Walletwi
Fishclub
Yeahcash
ImLoan
Growtree
MagicBalance
Yocash
FortuneTree
Supercoin
RedMagic
Raise cash app
PP money app
Rupees master app
Cash ray app
Mobipocket app
Papa money app
Kredit mango app
Infinity cash app
Kredit marvel app
CB loan app
Cash advance app