બ્રાયન માવેન્ડા NJAGI કેન્યાની હાઈકોર્ટના એડવોકેટ નથી અને સોસાયટીના રેકોર્ડ્સ પ્રમાણે તે બ્રાન્ચના સભ્ય નથી.
કેન્યા,તા.૧૭
જાે કોઈ વકીલ કોર્ટમાં ઘણા કેસ જીતી ગયા હોય તો સ્વાભાવિક છે કે, સમાજમાં લોકોનો તેના પરનો વિશ્વાસ આપોઆપ વધી જશે. દરેક વ્યક્તિ પોતાનો કેસ આવા વ્યક્તિને જ આપવા માંગે છે. પરંતુ જાે આવી વ્યક્તિ બોગસ સાબિત થાય તો તમને કેવું લાગશે..? આવું જ કંઈક ત્યારે થયું જ્યારે એક જાણીતા વકીલનું સત્ય લોકો સામે આવ્યું. આ વાત લોકોને ત્યારે ખબર પડી જ્યારે પોલીસે આ નકલી વકીલને પોતાની કસ્ટડીમાં લીધો.
તમને આ બાબતે જાણીને નવાઈ લાગશે કે, આ વકીલે પોતાનો કેસ જાતે લડ્યો અને તે જીતી પણ ગયો. પરંતુ હવે આખરે પોલીસે તેને પોતાની કસ્ટડીમાં લઈ લીધો છે. આ વકીલનું નામ છે બ્રાયન મવેન્ડા, કેન્યાની હાઈકોર્ટમાં વકીલ તરીકે પોતાનું પ્રતિનિધિત્વ કરતી વખતે ૨૬ કેસ જીતી ચૂક્યો છે. હવે આખરે કેન્યા પોલીસે આ ફ્રોડ વકીલને પોતાની કસ્ટડીમાં લઈ લીધો છે.
એક અહેવાલ અનુસાર વકીલે મેજિસ્ટ્રેટ અપીલ કોર્ટના ન્યાયાધીશો અને હાઇકોર્ટના ન્યાયાધીશો સમક્ષ આ તમામ કેસો ચલાવ્યા હતા. રિપોર્ટ અનુસાર, મવેન્ડા ઘણા સમયથી પોતાને એક લાયક વકીલ તરીકે બતાવતો હતી. પરંતુ તેની તાજેતરની ધરપકડ સુધી કોર્ટના ન્યાયાધીશોએ તેની ક્ષમતા પર શંકા પણ કરી ન હતી. કેન્યાની લો સોસાયટીની નૈરોબી શાખાની રેપિડ એક્શન ટીમે અનેક જાહેર ફરિયાદો મળ્યા બાદ ખોટી રીતે વકીલાત કરવાની વાત હેઠળ તેની ધરપકડ કરી હતી. કેન્યાની લૉ સોસાયટીની નૈરોબી શાખાના અધિકૃત એકાઉન્ટે ટિ્વટર પર લખ્યું હતું કે, He is a member of the Branch. અધિકારીઓએ તેને વધુ તપાસ માટે કસ્ટડીમાં રાખ્યો છે. ‘બ્રાન્ચ સમાજના તમામ સભ્યો અને જનતાને જણાવવા ઈચ્છે છે કે, બ્રાયન માવેન્ડા NJAGI કેન્યાની હાઈકોર્ટના એડવોકેટ નથી અને સોસાયટીના રેકોર્ડ્સ પ્રમાણે તે બ્રાન્ચના સભ્ય નથી.’ અધિકારીઓએ તેને વધુ તપાસ માટે કસ્ટડીમાં રાખ્યો છે.
એક અહેવાલ અનુસાર, કેન્યાની લો સોસાયટીએ જણાવ્યું હતું કે, મેવેન્ડાએ ગેરકાયદેસર રીતે તેમના પોર્ટલને એક્સેસ કર્યું અને તેના નામના સમાન એકાઉન્ટને ઓળખીને તેની સાથે ચેડા કર્યા અને તેનો ઉપયોગ કેન્યાના કાયદાકીય વ્યવસાયમાં ઘૂસણખોરી કરવા માટે કર્યો.