રસગુલ્લા ખાવાની બહુ જ મજા આવે છે. તો તમે પણ જલદી નોંધી લો આ રીત અને આજે જ ઘરે બનાવો તમે પણ
જ્યાં ગુજરાતી હોય ત્યાં ગળ્યુ તો હોય જ…ગુજરાતીઓ ગળ્યુ ખાવાના શોખીન હોય છે. મોટાભાગના ગુજરાતીઓને ગળ્યુ ખાવાનું ભાવતુ હોય છે. તહેવારના દિવસોમાં મોટાભાગના લોકોના ઘરોમાં ગળ્યુ બનતુ હોય છે. તો આજે અમે તમને એક મસ્ત રેસિપી બનાવતા શીખવાડિશું. આ રેસિપી તમે ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકશો. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો રસગુલ્લા.
સામગ્રી
2 લીટર દૂધ
2 કપ પાણી
2 કપ લીંબુનો રસ
3 કપ મેંદો
1 ચમચી ગુલાબજળ
1 ચમચી ઇલાયચી
4 ચમચી ખાંડ
2 કપ પનીર
બનાવવાની રીત
- રસગુલ્લા બનાવવા માટે સૌ પ્રથમ દૂધની મલાઇ નિકાળી દો. ત્યારબાદ દૂધને ઉકાળવા માટે મુકો.
- દૂધ થોડુ ઉકળી જાય એટલે એમાં લીંબુનો રસ મિક્સ કરો. લીંબુનો રસ નાંખો ત્યારે દૂધને હળવા હાથે હલાવતા રહો.
- પછી આમાંથી લીંબનું પાણી નિકાળી દો.
- હવે આ પનીરને ઓછામાં ઓછા 4 કલાક સુધી ગળણીમાં રાખો જેથી કરીને પાણી બધુ નિતરી જાય.
- પછી આ પનીરને મેશ કરી લો. આ પનીર તમારે બરાબર રીતે મેશ કરવાનું રહેશે.
- હવે આ પનીરમાં તમે મેંદો મિક્સ કરી લો અને મેશ કરી લો.
- ત્યારબાદ એક બાઉલમાં પાણી ઉકાળો.
- હવે મેશ કરેલા પનીરમાંથી નાના-નાના બોલ્સ તૈયાર કરી લો. આ પનીરને તમારે બરાબર મેશ કરવાનું રહેશે. જેટલું તમે વધારે મેશ કરશો એટલા બોલ્સ સોફ્ટ વધારે બનશે અને ટેસ્ટમાં પણ સારા લાગશે.
- આમ કરવાથી બોલ્સ એકદમ સોફ્ટ થઇ જશે.
- હવે આ બોલ્સને પાણીમાં એડ કરો.
- 20 મિનિટ માટે આ બોલ્સને પાણીમાં રહેવા દો.
- બોલ્સને પાણીમાંથી બહાર કાઢીને એને ઠંડા કરવા માટે મુકી દો.
- હવે ખાંડની ચાસણી તૈયાર કરો.
- આ બધી પ્રોસેસ થઇ જાય પછી બોલ્સને ચાસણીમાં નાંખો અને અડધો કલાક માટે રહેવા દો.
- હવે ચાસણીમાંથી બોલ્સને નિકાળીને એક પ્લેટમાં લઇ લો.
- તો તૈયાર છે રસગુલ્લા.
- આ રીતે તમે રસગુલ્લા ઘરે બનાવશો તો સ્વાદમાં બહાર જેવા જ બનશે અને ખાવાની પણ મજા આવશે.