અમદાવાદ વટવા પોલીસે હત્યા કરનાર ત્રણ આરોપીની ધરપકડ કરી
અમદાવાદ,તા.૨૫
અમદાવાદના વટવા વિસ્તારમાં ઘોડાસરમાં આવેલ યશ બંગ્લોની સામે રોડ પર અંકિત તથા તેનો મિત્ર અલ્પેશ અને આકાશ ગરબા રમવા માટે ક્રિષ્ના પાર્ક ગયા હતા. ત્યારે ત્યાં ગરબા રમતી વખતે અંકિત તેના મિત્ર વિજય દિવાકરના ઘરે ગયા હતા. ત્યારે અમરાઈવાડીથી ગરબા રમવા આવેલા વિજયના ભત્રીજા વિક્કી દીવાકરે કહ્યું કે, “આ અમારા પારિવારિક ગરબા છે તું અહીં ગરબા ના રમીશ.” આવું કહેતા બંને વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. વિકીએ અંકિતને લાફો માર્યો હતો. ત્યારબાદ યશ બંગલોની સામે રોડ ઉપર વિજયના ભત્રીજા આરોપી વિક્કી, અજય તથા ભાણીયો બોબી થાપાએ અંકિતને માર માર્યો હતો જેનો વીડિયો પણ સામે આવ્યો છે અને વીડિયોમાં દેખાય રહ્યું છે કે, માર મારવામાં આવી રહ્યો છે.
આરોપી બોબીએ અંકિતને પેટના ભાગે અને હાથ પર છરીના ઘા માર્યા હતા. જેના કારણે અંકિતનું સારવાર દરમિયાન મોત થયુ હતું. વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધીને બોબી થાપા, વીકી ઉર્ફે તરબૂચ દિવાકર અને અજય દીવાકરની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. વટવા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ગરબા રમવાને બાબતે થઈને મૃતક અંકિત ઠાકોર સાથે આ ત્રણ શખ્શોએ ભેગા મળીને અંકિત ઠાકોરને મોતને ઘાટ ઉતારી દીધો હતો. અંકિત ઠાકોર ગરબા રમી રહ્યો હતો ત્યાં જ આ ત્રણ આરોપી બોબી થાપા, વીકી ઉર્ફે તરબૂચ દિવાકર અને અજય દીવાકર અને તેના મિત્રો ગરબા રમવા માટે આવ્યા હતા અને જેમને રોકતા ઘર્ષણ સર્જાયુ હતુ. બોલાચાલી એટલી હદે વધી ગઈ હતી કે, અંકિત ઠાકોરની હત્યા કરી દેવાઈ હતી.
આરોપી બોબી થાપા, વીકી ઉર્ફે તરબૂચ દિવાકર અને અજય દીવાકરની હત્યાના ગુનામાં ધરપકડ કરીને વટવા પોલીસે આરોપી વિરુદ્ધના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ અમરાઈવાડીના રહેવાસી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, પકડાયેલ ત્રણેય આરોપી રોડ પર યુવક અંકિતને લાકડી અને ચપ્પુ જેવા હથિયાર વડે હુમલો કરતા વીડિયો સામે આવ્યા છે. જેમાં બનાવને લઈ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થઇ ગયો હતો. જાે કે, હત્યાના બનાવ બાદ પોલીસે ત્રણેય આરોપીઓને વિસ્તારમાંથી ધરપકડ કરી દીધી હતી. પણ હત્યા બાદ આરોપીઓએ છરી કેનાલમાં ફેંકી દીધી હતી. હત્યાનું અન્ય કોઈ કારણ છે કે, કેમ તે દિશાએ પોલીસે તપાસ શરૂ કરી છે. પકડાયેલ આરોપી બોબી થાપા અને વિક્કી દિવાકર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એટલે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.