મહિલાની ફરિયાદ બાદ આરોપી પતિએ ફેસબુક એકાઉન્ટને ડિલીટ કરી દીધુ છે.
ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિ પોતાના ફોલોઅર્સ વધારવા ઈચ્છતો હતો. તે માટે તેણે પોતાની પત્નીની ન્યૂડ તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી દીધી. તો જ્યારે મહિલાને પોતાના પતિની આ હરકત વિશે ખબર પડી તો તે ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. મહિલાની ફરિયાદ બાદ આરોપી પતિએ ફેસબુક એકાઉન્ટને ડિલીટ કરી દીધુ છે. આ સિવાય ફિરોઝાબાદ જિલ્લાના જસરાનામાં પોલીસે વ્યક્તિ વિરુદ્ધ આઈટી એક્ટની કલમ ૬૭ હેઠળ કેસ દાખલ કર્યો છે.
ફરિયાદ પ્રમાણે મહિલાનો પતિ દિલ્હીના ઉત્તમ નગરમાં રહે છે. અહીં એક સર્કસમાં કામ કરે છે. મામલાની જાણકારી આપતા પીડિતાએ જણાવ્યું- મારો પતિ સોશિયલ મીડિયાનો દીવાનો છે. અમે વીડિયો કોલ દ્વારા વાત કરતા હતા. તેણે એક વાર હું સ્નાન કરતી હતી તો તે રેકોર્ડ કરી લીધું. જ્યારે મેં પતિના ફેસબુક એકાઉન્ટ પર જે તસવીરો જાેઈ તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તે આમ કરી શકે છે. મહિલાએ કહ્યું, જ્યારે મેં તેને આ વિશે પૂછ્યુ તો જવાબ ચોંકાવનારો હતો. તેણે કહ્યું કે, તે પોતાના ફોલોઅર્સની સંખ્યા વધારવા ઈચ્છતો હતો તેથી તેણે મારી તસવીરને જાહેર કરી દીધી. મેં તેને તસવીર હટાવવા માટે ખુબ રજૂઆત કરી પરંતુ તેણે મારી વાત સાંભળી નહીં. તો આ મામલાને લઈને એસપી રણવિજય સિંહનું કહેવું છે કે, પત્નીની ફરિયાદ પર કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. દંપતિને જલદી નિવેદન નોંધાવવા માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે. ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.