અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 103.48 રૂપિયા અને ડીઝલની કિંમત 97.78 રૂપિયા થઇ ગઇ છે.
અમદાવાદ,
ભારતમાં 5 એપ્રિલ 2022માં ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે ફરી પેટ્રોલ અને ડીઝલ બન્નેમાં એક લીટર પર 80 પૈસા મોંઘુ થયુ છે. છેલ્લા 15 દિવસમાં 13મી વખત આ વધારો છે. 15 દિવસમાં ઇંધણ તેલમાં દેશમાં 9.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. સોમવારે તેલના ભાવમાં 40 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો.
આજના વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 104.61 રૂપિયા અને ડીઝલ 95.87 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઇ ગયુ છે. મુંબઇમાં પેટ્રોલ 119.67 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 103.92 રૂપિયા વેચાઇ રહ્યુ છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 103.48 રૂપિયા અને ડીઝલની કિંમત 97.78 રૂપિયા થઇ ગઇ છે.
કાચા તેલના ભાવમાં ફરી વધારો
યૂક્રેનમાં હિંસા, યુદ્ધ અને યૂક્રેની નાગરિકો વિરૂદ્ધ કથિત રીતે રશિયાના અત્યાચારને જોતા એક વખત ફરી પુતિનના દેશ વિરૂદ્ધ પ્રતિબંધ લગાવવાની માંગ થઇ રહી છે. યુએસે કહ્યુ કે તે રશિયા પર વધુ પ્રતિબંધ લગાવી રહ્યુ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય સમય અનુસાર મંગળવાર અડધી રાત આસપાસ બ્રેંટ ક્રૂડ ફ્યૂચરમાં 1.5 ટકાનો વધારો થઇ રહ્યો છે અને આ 109.11 ડૉલર પ્રતિ બેરલ પર હતુ. વેસ્ટ ટેક્સસ ઇન્ટરમીડિએટ ફ્યૂચરમાં 1.6 ટકાની તેજી સાથે વેલ્યૂ 104.89 પર હતુ.