રાજસ્થાનના જાલોર જિલ્લામાં બની દર્દનાક ઘટના
જાલોર,
સૌથી મોટા લોકતંત્ર ભારત દુનિયાના આધુનિક દેશોની સાથે વિકાસની દોડ લગાવી રહ્યું છે. આધુનિકતાના તમામ દાવાઓની વચ્ચે હજુ પણ એવી કેટલીય ઘટનાઓ સામે આવી છે જે શરમથી માથું ઝૂકાવી દે છે. રાજસ્થાનના જાલોર જિલ્લામાં કંઇક આવી જ ઘટના બની છે જ્યાં આકરા તાપમાં મુસાફરી કરી રહેલ એક ૬ વર્ષની બાળકીને પાણી ના મળતા મોત થઇ ગયું. બાળકી પોતાની નાની સાથે હતી તે પણ બેહોશ થઇ ગઇ હતી.
આ કેસ રાજસ્થાનના જાલૌર જિલ્લાના રાનીવાડા વિસ્તારનો છે. જ્યાં રવિવારના રોજ રેતના ઢગલામાં એક બાળકીનું મોત થઇ ગયું. બાળકી પોતાની નાની સાથે હતી અહીં ૪૫ ડિગ્રીનું તાપમાન હતું અને ધગધગતી ગરમીમાં સફર કરી રહ્યા હતા. જ્યારે ગામવાળાઓને આની ખબર પડી તો પોલીસને સૂચિત કર્યા. પોલીસ સ્થળ પર પહોંચી, વૃદ્ધને પાણી પીવડાવ્યું અને હોસ્પિટલમાં દાખલ કર્યા. તેઓ માસૂમના મૃતદેહને હોસ્પિટલ લઇ ગયા ત્યાં તેનું પોસ્ટમોર્ટમ થયું અને મોતનું કારણ પાણી ના મળવાનું જ નીકળ્યું.
કહેવાય છે કે ૬૦ વર્ષના સુખી દેવી પોતાની નાતી અંજલિની સાથે સિરોહીની પાસે રાયપુરથી બપોરે રાણીવાડા વિસ્તારના ડુંગરિમાં આવેલા પોતાના ઘરે આવી રહ્યા હતા. કોરોના કાળના લીધે વાહનોની અવરજવર બંધ હોવાના લીધે કોઇ સાધન મળતું નહોતું. આથી તેઓ નાતીને લઇ ચાલતા જ પોતાના ગામ જઇ રહ્યા હતા. અંદાજે ૨૦થી ૨૫ કિલોમીટરનું અંતર કાપ્યા બાદ બંને ખૂબ થાકી ગયા હતા. આ દરમ્યાન રેતાળ પ્રદેશમાં બંને પાણીથી બેહાલ થઇ ગયા. પાણી ના મળતા રોડા ગામની પાસે જ્યાં માસૂમ અંજલિનું મોત થયું તો સુખી દેવી બેહોશ થઇ ગયા. કોરોના કાળ અને ગરમીની સીઝનના લીધે ઘણા સમયથી લોકો અવર-જવર કરી રહ્યા નથી. પોસ્ટમોર્ટમ બાદ બાળકીના મૃતદેહને દફનાવી દીધો છે.