Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અસ્થિર મગજની મહિલાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર રીક્ષા ચાલક ઝડપાયો

અમદાવાદ,
અમદાવાદના કાલુપુરમાં અસ્થિર મગજની મહિલાનું અપહરણ અને દુષ્કર્મ કરનાર રીક્ષા ચાલકની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો. પરંતુ ભોગ બનનાર મહિલાને શોધવી પોલીસ માટે પડકાર હતું. આ બાદ મહિલા પણ મળી જતા પોલીસને રાહત થઇ હતી. હૈદરઅલી શેખ નામના રિક્ષાચાલક શખ્સે એક અસ્થિર મગજની મહિલાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. આ અપહરણની જાણ પોલીસ કન્ટ્રોલને કરવામાં આવી હતી. પોલીસને આ શોધમાં તેના અંગે મળેલી ટીપ્સ કામ લાગી હતી. રંગે ગોરો અને આંખમાં સુરમો લગાવેલ રીક્ષા ચાલકની ઓળખ મળતા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે શોધખોળ શરૂ કરી હતી.

આ દરમિયાન રીક્ષા ચાલક કાલુપુરની હોટલમાં ગયો હતો પરંતુ તેને રૂમ નહિ મળતા સિંગરવાની એક હોટલમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. આ મહિલાને શોધવા પોલીસ, રેલવે સ્ટેશનના cctv ફૂટેજ તપાસ કરી રહી હતી ત્યારે રીક્ષા ચાલક મહિલાને રેલવે સ્ટેશન પર ઉતારીને જતો રહ્યો. પોલીસને હોટલથી રીક્ષા ચાલકનો ફોટો મળ્યો હતો અને અન્ય રીક્ષા ચાલકોની પૂછપરછમાં હૈદરઅલીની ઓળખ થઈ હતી. આ બાદ ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાઇ ગયો હતો. નોંધનીય છે કે, હૈદરઅલી વિરુદ્ધ ગોમતીપુરમાં પ્રોહીબિશનનાં બે ગુના પણ નોંધાયા હતા.

અસ્થિર મગજની મહિલાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને પકડવામાં પોલીસને સફળતા તો મળી પરંતુ ભોગ બનનાર મહિલા ગુમ હતી. આ મહિલાને શોધવી પોલીસ માટે પડકારરૂપ હતું કારણ કે માનસિક અસ્થિર હોવાથી આ મહિલા ક્યાં હશે તે જાણવું મુશ્કેલ હતું. પોલીસે સિંગરવાની હોટલથી મહિલાનો ફોટો મેળવ્યો. આ ફોટો સો.મીડિયામાં વાયરલ કરીને શોધખોળ શરૂ કરી હતી. આ બાદ એક પોલીસ કર્મચારીને અસ્થિર મગજની મહિલા શાહીબાગથી મળતા પોલીસને રાહત થઈ હતી. પોલીસે મહિલાનું મેડિકલ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *