અલાહાબાદ હાઇકોર્ટે જીવન સાથી પસંદ કરવા અંગે મહત્વનો ર્નિણય આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે જાે કોઈ પુખ્ત વ્યક્તિ બીજા ધર્મમાં લગ્ન કરવા માંગે છે, તો તે આમ કરવા માટે સ્વતંત્ર છે. ચુકાદો સંભળાવતી વખતે હાઈકોર્ટે કહ્યું કે જાે કોઈ પુખ્ત વ્યક્તિ આવું કરે છે તો માતાપિતાને પણ તેના લગ્ન જીવનમાં દખલ કરવાનો અધિકાર નથી. આ દરમિયાન હાઈકોર્ટે એમ પણ કહ્યું કે જાે તેમને કોઈ ખતરો લાગે તો પોલીસ સુરક્ષાની માંગ કરો, પોલીસે સુરક્ષા પૂરી પાડવી પડશે.