રાજ્યમાં હજુ પણ બે દિવસ હીટવેવ રહેવાની આગાહી કરવામાં આવી રહી છે
અમદવાદ,
ગુજરાત રાજ્યમાં ગરમી ઘટવાનું નામ જ નથી લઇ રહી. આજે ફરીથી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં અમદવાદ 44 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર છે. સતત વધી રહેલી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીના કારણે જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે. રાજ્યના શહેરોમાં પારો 40 ડિગ્રી ઉપર છે અને સતત આકાશમાંથી લૂ વર્ષી રહી છે ગરમીને કારણે ગુજરાતમાં મોટા ભાગના જળાશયો પણ ખાલી થવા લાગ્યા છે.
અમદાવાદ શહેરમાં ગરમીને કારણે શહેર પોલીસ દ્વારા બે દિવસ માટે બોપોરે 1થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે જેથી લોકોને બપોરના સમયે તડકામાં ઉભું ન રહેવું પડે. સતત વધી રહેલી ગરમીના કારણે કેટલાક શહેરોમાં બપોરના સમયે જાણે કર્ફ્યુ લાગ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
ગ્લોબલ વોર્મિગ છે કારણ
ભારત જ નહીં વિશ્વમાં વધી રહેલા તાપમાનનું કારણ ગ્લોબલ વોર્મિંગની અસર છે. હજુ સમય છે જો લોકો પર્યાવરણનો ખ્યાલ રાખે અને વધુને વધુ વૃક્ષ વાવે અને પર્યાવરણનું જતન કરે તો ગ્લોબલ વોર્મિગની અસર ઘટી જાય એમ છે. ગુજરાત રાજ્યમાં ગરમીની સાથે સાથે આકાશમાંથી લૂ વર્ષી રહી છે જેના કારણે ડિહાઈડ્રેશન થવાની શક્યતા વધુ રહે છે.