Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : ૭૫ નવા સંકલ્પો સાથે “પતંગ હોટલ”ને પુર્નજીવિત કરવાનો અભિગમ ધર્મદેવ ગ્રુપ કરી રહ્યુ છે

(રીઝવાન આંબલીયા)

અમદાવાદની ઓળખ એટલે પતંગ હોટલ : ઉંચાઈએથી અમદાવાદ નિહાળવાની તક હવે અમદાવાદીઓ ફરીથી ઉન્નત મસ્તકે પતંગ હોટલથી નિહાળી શકાશે : અમદાવાદની ઓળખ સમી પતંગ હોટલ હંમેશા સમગ્ર ગુજરાતનું ગૌરવ રહ્યુ છે

અમદાવાદ,24

જે વર્ષમાં ભારતે ક્રિકેટ વિશ્વકપ જીત્યો એટલે કે, ૧૯૮૩ બસ એજ વર્ષમાં પતંગનો પણ જન્મ થયો. વર્ષ ૧૯૮૩થી ૨૦૨૩ સુધીની ૪૦ વર્ષની આ સફરમાં પતંગ હોટલે અમદાવાદને સૌથી અનોખી રીતે નિહાળ્યુ છે.

૪૦ વર્ષની આ યશગાથામાં એ વખતે મોટામાં મોટી બિલ્ડીંગ ફક્ત અપના બજાર તથા SBI બેંક જ હતી, ત્યારબાદ આશ્રમ રોડ, સી જી રોડ, ૧૩૨ ફુટ રીંગ રોડ, એસ.જી. રોડ તથા હવે તો એસપી રીંગ રોડને પણ જન્મ લેતા પતંગ હોટલે જોયા છે.

આઝાદીનાં ૭૫ વર્ષ એટલે કે, “આઝાદી કા અમૃત મહોત્સવ” દેશ ઉજ્વી રહ્યુ છે ત્યારે ૭૫ નવા સંકલ્પો સાથે પતંગ હોટલને પુર્નજીવિત કરવાનો અભિગમ ધર્મદેવ ગ્રુપ કરી રહ્યુ છે. પતંગનાં નવા અવતારને આવકારવા જ્યારે અમદાવાદ બેચેન છે ત્યારે ચાલો થોડી નજર નાખીએ આ સફરની અમુક મહત્વની ઘટનાઓ પર..

૨૦૦૭ : ઉદ્દઘાટન સુપર સ્ટાર કલાકાર શ્રીમતી હેમા માલિનીના વરદ હસ્તે.

૨૦૧૦ : પતંગ પરથી ૫૭૨થી વધુ ટુક્કલ ચઢાવવાનો નેશનલ રેકોર્ડ.

૨૦૧૧ : પતંગ પરથી ૧૦૧૧થી વધુ ટુક્કલ ચઢાવવાનો વિશ્વ વિક્રમ (ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ તથા લીમકા બુક ઓફ રેકોર્ડ્સમાં ગૌરવપૂર્ણ સ્થાન આજે પણ પતંગ હોટલ ના નામે છે.)

અભિયાન : પતંગ હોટલને શ્રેષ્ઠ રીતે કેમેરામાં કંડારવાની અનોખી પહેલ એક ફોટોગ્રાફી સ્પર્ધાનાં સ્વરૂપમાં પહેલીવાર ધર્મદેવ ગ્રુપ દ્વારા કરવામાં આવી.

નગર રત્ન એવોર્ડ : અમદાવાદને શ્રેષ્ઠ શહેર બનાવનારા શ્રેષ્ઠતમ 108 કલાકારો, સમાજ શ્રેષ્ઠીઓ તથા અમદાવાદનાં સર્જકોનું એવૉર્ડ દ્વારા સન્માન

ઉંચાઈએથી અમદાવાદ નિહાળવાની તક હવે અમદાવાદીઓ ફરીથી ઉન્નત મસ્તકે પતંગ હોટલથી નિહાળી શકાશે “આઝાદીના અમૃત મહોત્સવ”માં ૭૫ નવા સંકલ્પો સાથે ધર્મદેવ ગ્રુપ પતંગ રેસ્ટોરન્ટ નવા સ્વરૂપે ચાલુ કરવા જઈ રહ્યું છે.

હંમેશા કંઈક નવુ કરવાનુ જેના લોહીમાં છે એવા ‘અમદાવાદ શહેરમાં ફરીથી કંઈક નવુ થવા જઈ રહ્યું છે. એજ ઉંચાઈએથી અમદાવાદને નિહાળવાની તક હવે ઉભી થઈ છે. અમદાવાદીઓ ફરીથી ડીઝીટલ યુગમા પણ પતંગ રેસ્ટોરન્ટને નિહાળી શકશે. કાયમ આકાશમાં પતંગ ચગાવવાના, કાપવાના અને ઢીલ મુકવામાં માહિર એવા અમદાવાદીઓ માટે શહેરનું પ્રતિષ્ઠિત ધર્મદેવ ગ્રુપ અમદાવાદની ઓળખને એક નવા સ્વરૂપે સાકાર કરવા જઈ રહ્યું છે. આઝાદીનાં ૭૫ વર્ષ એટલે કે, “આઝાદી કા અમૃત મહોત્સવ” દેશ ઉજવી રહ્યુ છે ત્યારે ૭૫ નવા સંકલ્પો સાથે પતંગ રેસ્ટોરન્ટને પુર્નજીવિત કરવાના અભિગમ સાથે ધર્મદેવ ગ્રુપ પતંગ રેસ્ટોરન્ટ નવા સ્વરૂપે ચાલુ કરવા જઈ રહ્યું છે. ૨૪ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ બોલીવુડ સુપર સ્ટાર સુનિલ શેટ્ટીના વરદ હસ્તે પતંગ રેસ્ટોરન્ટનો ફરીથી શુભઆરંભ થશે. આ પ્રસંગે ગુજરાતના માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિત રહેશે.

તો હવે થોડી વાત કરીએ પતંગનાં નવા અવતારની……

હંમેશા સંપૂર્ણ વેજીટેરીયન રેસ્ટોરન્ટ તરીકે ગુણવત્તાનાં તમામ માપદંડોમાં સર્વશ્રેષ્ઠ રહેનાર પતંગ નવા અવતારમાં ખૂબ અનોખા રીચ મેનુ ફ્યુઝિન ઈન્ટીરીયર તથા પારંપરીક હોસ્પિટાલીટી સાથે સજ્જ બની અમદાવાદને આવકારવા આતુર છે.

માત્ર રેસ્ટોરન્ટ જ નહીં પણ આવનાર તમામ અમદાવાદીઓને જૂનું અમદાવાદ તેમજ નવા અમદાવાદની આટલી ઉંચાઇએથી જોવા મળે તેવી પણ ખાસ વ્યવસ્થા પતંગ દ્વારા કરવામાં આવી છે. સાથે જ અમદાવાદનાં સાંસ્કૃતિક કલા વારસાની ઝાંખી કરાવતી ઓડીયો વીંઝયુઅલ પ્રેઝન્ટેશન પણ ખરૂ જ, પતંગનો અનુભવ સમાજનાં તમામ વર્ગોને મળે તથા ઉમદા હેતુથી શરૂ કરવામાં આવી રહેલ છે.

એક નવી પહેલ… પતંગ સે ઉમંગ…

જે પડેલ દ્વારા ગુજરાતનાં તમામ નાના મોટા N.G.0ની સાથે રાખી એમના બાળકો, વૃધ્ધો તથા સૌને પતંગનો લાભ વિનામૂલ્યે મળી શકે તેમજ ભોજનની સાથે આ અનુભવનું સંભારણું કાયમ માટે બંધાય તેવી વ્યવસ્થા કરવામા આવી છે. સમયાંતરે અમદાવાદ આવતા સરકારી મહેમાનો, કલાકારો, વિજ્ઞાનીઓ તેમજ વિશ્વનાં સમાજ શ્રેષ્ઠીઓ પણ પતંગની મુલાકાત લે તેવા ઉમદા હેતુ સાથે આ પહેલને સ્વીકૃત કરવામાં આવી રહી છે.

ધર્મદેવ ગ્રુપ છેલ્લા ૪૫ વર્ષથી રેસિડેન્શિયલ ડેવલોપમેન્ટ માટે ૧રપથી વધુ પ્રોજેક્ટની સફળતા બાદ હાલ તેઓનાં પ્રોજેક્ટ અમદાવાદ સુરત અને મુંબઈમાં પથરાયેલ છે.

ચાલો, સાથે મળી પતંગ રેસ્ટોરન્ટના ઉમંગને ફરી ઉત્સવમાં ફેરવીએ….

આ શુભ પ્રસંગે મીડિયા તરીકે અમને પણ આમંત્રણ આપવામાં આવેલ હતું…

ફોટોગ્રાફી આપણા હર હંમેશ સેલિબ્રિટી જયેશભાઈ વોરાએ કરી હતી..

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *