(રીઝવાન આંબલીયા)
અમદાવાદ,તા.૨૮
શહેરના સિંધુભવન હોટલ એવલોનમાં ફેન્ટા આયોજિત “ધી પરફેક્ટ મોડેલ સિઝન-2″નું ગ્રાન્ડ ફીનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સહીત સમગ્ર દેશમાંથી મોડલિંગ વિજતાઓએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ટેલીવિઝન જગતના પ્રસિધ્ધ અભિનેત્રી હાર્દિકા જોશી ઉપસ્તિથ રહ્યા હતા. આ ગ્રાન્ડ ફીનાલેના જજીસ તરીકે ગેલ્વીન ગેહલોત, યશરાજ સિંહ ગોહિલ (બાપુ), કેયુરી શાહ તથા પૂજા વ્યાસ રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગેલ્વીન ગેહલોત તથા યશરાજ સિંહ ગોહિલે સફળતા પૂર્વક કર્યું હતું. દેવર્ષિ સિંઘલે સરસ રીતે એન્કરીગ કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.