અમદાવાદ,તા.૦૭
પાલડી ટાગોર હોલ પાછળ આવેલ કબ્રસ્તાનમાં હઝરત બાબા તવક્કલ (રહે.)ના મજાર શરીફ પર ગત રવિવારની રાત્રે સંદલ પેશ કરવામાં આવ્યું હતું.
અહમદાબાદ શહેરની સ્થાપનામાં જે બાર બાબાઓનો સિંહ ફાળો રહ્યો છે તે બાર બાબા પૈકીના એક હઝરત બાબા તવક્કલ (રહમતુલ્લાહ અલયહે)ના ઉર્ષની ખૂબ જ અકીદત પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે આજરોજ સોમવારે ઉર્ષ નિમિત્તે અસરની નમાઝ બાદ સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી દ્વારા મજાર શરીફ પર ગલેફ અને ફૂલની ચાદર પેશ કરવામાં આવી હતી. ત્યારબાદ વલીઓની દુઆઓથી વસેલા અને આબાદ થયેલા વલીઓના શહેર અહમદાબાદ સહિત સમગ્ર ગુજરાતમાં અને દેશમાં શાંતિ સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તથા ગુજરાત અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ખાસ દુઆ કરવામાં આવી હતી.
આ પ્રસંગે બાબા તવક્કલ (રહે.)ની દરગાહના ગાદીનશીન નૂર મુહમ્મદ શેખ, ખાદીમ મુહમ્મદ રફીક શેખ, મોહસીન ભાઈ કાગદી, અકબરઅલી સૈયદ, નઈમભાઈ તિરમિઝી, ઈકબાલભાઈ તિરમિઝી, ફહમ તિરમિઝી, રમીઝ મલેક, અમરતભાઈ સહિતના કાદરી, તિરમિઝી તથા શેખ સહિતના ખાનદાનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.