અમદાવાદની સાબરમતી નદીમાં પાણી છોડાતા હાલ નદી બે કાંઠે વહી રહી છે.
પાણી રિવરફ્રન્ટના લોવર વોક વે સુધી પહોંચવાની સંભાવના હોવાથી આ નિર્ણય લેવાયો છે.
(અબરાર એહમદ અલવી)
અમદાવાદ,તા.૧૮
ગુજરાતમાં વરસાદ મનમૂકીને વરસતા નદીઓ, ડેમ, જળાશયો ઓવરફ્લો થયા છે. ત્યારે ડેમનું પાણી નદીમાં છોડાતા કેટલીક નદીઓના જળસ્તરમાં વધારો થવા પામ્યો છે. તેવી જ રીતે અમદાવાદની સાબરમતી નદીમાં પાણી છોડાતા હાલ નદી બે કાંઠે વહી રહી છે. પરિણામે અમદાવાદ રિવરફ્રન્ટ વોક વે બંધ કરવામાં આવ્યો છે.
શહેરીજનોની સુરક્ષાને ધ્યાને રાખીને સાબરમતી નદીનું જળસ્તર વધતા આ નિર્ણય લેવાયો છે. સાબરમતી નદીમાં અંદાજિત 60 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. નદીનું જળસ્તર ઉતરે નહી ત્યાં સુધી રિવરફ્રન્ટ વોક વે બંધ રહેશે. જો કે ઉપરના વોક વેની મુલાકાત લઇ શકાશે. ધરોઈ ડેમમાંથી અંદાજિત 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેના કારણે સાબરમતી નદીમાં પાણી પહોંચશે. પાણી રિવરફ્રન્ટના લોવર વોક વે સુધી પહોંચવાની સંભાવના હોવાથી આ નિર્ણય લેવાયો છે. નદીમાં પાણીની સપાટી 128 ફૂટ કરવામાં આવી છે. ધરોઇ ડેમનું પાણી અમદાવાદ પહોંચે તે પહેલા જ નદી ખાલી કરાવામાં આવી.