અમદાવાદ : રાજ હોસ્પિટલ ખાતે “ABC ટ્રસ્ટ”ના પ્રમૂખ ડો. જી.એ. શેખ (મૂન્ના ભાઇ)નું સન્માન કરાયું
અમદાવાદ,તા. ૨૫

શહેરના ગાયકવાળ હવેલી પાસે આવેલ રાજ હોસ્પિટલ ખાતે ગરૂવારના રોજ ૧૫૦ ડોક્ટરોની એક સી.એમ.ઈ. (CME) નુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા અમદાવાદના નિષ્ણાત ડો. રાશિદ વ્હોરા દ્રારા હાલ વધુ પડતા રોગચાળા અને “ડેન્ગ્યુ તાવ” તેમજ “ડાયાબિટીસ” વિષે ખુબ જ સરસ જાણકારી અને જાગ્રૂકતા આપવામા આવી હતી.
આ પ્રોગ્રામમા રાજ હોસ્પિટલના ટ્સ્ટીઓ દ્વારા “ABC ટ્રસ્ટ”ના પ્રમૂખ ડો. જી.એ. શેખ (મૂન્ના ભાઇ)ને ચાંદીનો સિક્કો તેમજ ટ્રોફી આપી અને શાલ ઓઢાવીને સન્માન કરવામા આવ્યુ હતુ.

ગૂજરાતભરમા સૌથી વધુ મફત મેડિકલ કેમ્પોનુ આયોજન કરવા બદલ ડો. જી.એ શેખ (મૂન્ના ભાઇ)નુ સન્માન કરવામા આવ્યુ હતુ.