અમિત પંડ્યા
BRTS કોરીડોરના સેન્સર વાળા ગેટ બંધ થઇ ગયા છે, જેથી ફરી પાછા બીજા વાહનો કોરીડોરમાં પ્રવેશી રહ્યા છે.
અમદાવાદ,તા.૨૮
શહેરના CTM પૂર્વદીપ સ્ટેશન પાસેના BRTS કોરીડોરમાં સેન્સર વાળા ગેટ બંધ થઇ જતા બીજા વાહનો પ્રવેશ ન કરે તે માટે સિક્યુરિટી ગાર્ડને હાથમાં પીળા કલરના દોરડા લઈ ઉભા કરી દીધા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંચાલિત BRTS કોરીડોરમાં બીજા વાહનો પ્રવેશ ન કરે તે માટે કરોડોના ખર્ચે સેન્સર વાળા ગેટ મૂકવામાં આવ્યા હતા પરંતુ સમયાંતરે નિયમિત રીતે દેખભાળ ન થતા આ સેન્સર વાળા ગેટ બંધ થઇ ગયા છે. જેથી કરી ફરી પાછા બીજા વાહનો કોરીડોરમાં પ્રવેશી રહ્યા છે. એટલે કે, તે જોતા એવું લાગી રહ્યું છે કે, કરોડોના ખર્ચે સેન્સર ગેટ લગાવવાનો ખર્ચ વેડફાઈ ગયો છે.
હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ નવો અભિગમ અપનાવ્યો છે કે, દરેક જગ્યા પર સિક્યુરિટી ગાર્ડને હાથમાં પીળા કલરના દોરડા લઈ ઉભા કરી દીધા છે. જે સેન્સર વાળા ગેટનું કામ કરશે અને હવે આવા સિક્યુરિટી ગાર્ડનો ખર્ચ ઉપાડવામાં આવશે. આવા દ્રશ્યો CTM પાસે પૂર્વદીપ સ્ટેશન પાસેના સામે આવ્યા છે.