અમદાવાદ,તા.૧૪
શહેરના મિરઝાપુર ખાતે “વર્લ્ડ બ્લડ ડોનેસન ડે”ના દિવસે “ફર્સ્ટ હેલ્પ ખિદમત ગ્રુપ” દ્વારા બ્લડ ડોનેશનનો કેમ્પ યોજાયો હતો. જેમાં ૬૭ બોટલનું કલેક્શન થયું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા તથા મ્યુ. કાઉન્સિલર રફીક ભાઈ શેખ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમનું સંચાલન ઈરફાન શેખ, ઝૈનુલ શેખ, લાલાખાન પઠાણ તથા રિઝવાન આંબલીયાએ કર્યું હતું.