એલિસ બ્રિજનો હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેરીટેજ મોન્યુમેન્ટમાં સમાવેશ થાય છે.
અમદાવાદ,તા.૧૦
અમદાવાદ શહેરમાં આવેલા અંગ્રેજાેના સમયના લક્કડિયા પુલ તરીકે ઓળખાતા એલિસ બ્રિજની કાયાપલટ થવા જઇ રહી છે. એલિસબ્રિજની સ્ટ્રેન્થનીંગ કામગીરી તો કરવામાં આવશે જ, સાથે જ તેના રંગ રુપમાં પણ બદલાવ કરવામાં આવશે. મુલાકાતીઓ માટે પણ તે આકર્ષણનું કેન્દ્ર બને તેવુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.
એલિસ બ્રિજનો હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેરીટેજ મોન્યુમેન્ટમાં સમાવેશ થાય છે. ત્યારે હવે આ બ્રિજ અમદાવાદીઓ માટે નવુ ડેસ્ટિનેશન બનશે. એલિસ બ્રિજ પર હવે લોકો હરીફરી શકે અને વૉક કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. AMC દ્વારા એલિસ બ્રિજને રીનોવેશન કરવાની નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે.
અમદાવાદની ઓળખ બનેલો અને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમને જાેડતો સૌથી જૂનો બ્રિજ એલિસ બ્રિજ હવે નવા રંગ રૂપમાં જાેવા મળશે. સાબરમતી નદી ઉપર અગ્રેજાેના શાસનકાળ દરમિયાન બનેલા ૧૩૦ વર્ષ જૂના ઐતિહાસીક એલિસબ્રિજના સ્ટ્રેન્થનીંગનું કામ કરવામાં આવશે. બ્રિજને થયેલા નુકસાન અંગેનો એક્સપર્ટ ડીઝાઇન કન્સલટન્ટ એજન્સી પાસે મેટલર્જિકલ સર્વે કરી રિર્પોટ તૈયાર કરવામાં આવેલો છે. જે મુજબ બ્રિજનાં સ્ટ્રેન્થનીંગની કામગીરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરી આયોજન કરવામાં આવેલુ છે. હયાત એલિસ બ્રિજની સ્ટ્રેન્થનીંગની કામગીરીમાં મુખ્ય ટ્રેસના જાેઇન્ટસ રીપેર કરવા, બોટમ ગર્ડર, બોટમ સ્ટ્રોન્જર્સ તેમજ બોટમ જાેઇન્ટસ બદલવા તથા નવી બેરીંગ ઇન્સ્ટોલ કરવી, કોમ્પોઝીટ પીયર સ્ટ્રક્ચર વચ્ચેના લેસીંગ તથા બ્રેસીંગ જરૂર મુજબ બદલવાનું કામ સામેલ છે. સાથે જ હયાત પીયરને કોરોઝનથી બચાવવા માટે એન્ટી કોરીઝન ટ્રીટમેન્ટ અંતર્ગત એનોડ લગાવવા, બોટમ ટેક સ્લેબ જર્જરીત થઇ ગયેલ હોય તેને દુર કરી નવા કરવા વગેરે કામગીરીનું આયોજન કરવામાં આવેલુ છે, બ્રિજમાં આર્કીટેક્ચરલ એલીમેન્ટસ અંતર્ગત ડેકોરેટીવ પ્લાન્ટેશન તથા બેઠક વ્યાવસ્થા વગેરેનું આયોજન કરવામાં આવેલ છે.