આમીર શેખ (સંજરી એક્સપ્રેસ)
આરોપી આર.આર કેબલ (RR Kabel)નો ડુપ્લીકેટ જથ્થો વેચતો હતો.
અમદાવાદ,તા.06
અમદાવાદના ગાંધી રોડ પર આવેલી વિનાયક ઈલેકટ્રોનિક્સ નામની દુકાનમાં ડુપ્લીકેટ કેબલનો જથ્થો વેચનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આરોપી
આર.આર કેબલ (RR Kabel)નો ડુપ્લીકેટ જથ્થો વેચતો હતો. જે અંગેની ફરિયાદ અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા યુસુફ શેખે કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી કોઈપણ પરવાના વિના આર.આર. કેબલ (RR Kabel)ના ડુપ્લીકેટ બંડલ વેચતો હતો. જેથી પોલીસે આરોપી વિરુધ્ધ કોપી રાઈટ એક્ટ 1957ની કલમ 51, 63 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.