અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની હદમાં આવેલ હોટલો, ઢાબા અને ગેસ્ટ હાઉસમાં રજીસ્ટરો નિભાવવા આદેશ
અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની હદમાં આવેલ હોટલો, ઢાબા, ગેસ્ટ હાઉસના માલિકોને નિયત કરેલા રજીસ્ટરો નિયમિત નિભાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
અમદાવાદ,
અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની હદમાં આવેલ હોટલો, ઢાબા, ગેસ્ટ હાઉસના માલિકોને નિયત કરેલા રજીસ્ટરો નિયમિત નિભાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પરિમલ બી પંડ્યાએ આદેશ ફરમાવ્યો છે. જાહેર સલામતી અને સાવચેતીના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં હોટલો, ઢાબા અને ગેસ્ટ હાઉસો, કોલ સેન્ટર, સાયબરકાફે અને પી.સી.ઓ. (P.C.O)નો ઉપયોગ કરનાર તમામ મુસાફરો અને ઉપભોગતાની સંપૂર્ણ વિગતો નિયત કરેલા રજીસ્ટરોમાં નિયમિત નિભાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે કામગીરી કરનાર સમગ્ર સ્ટાફ તેમજ માલિક મેનેજરની પણ સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશને નિયમિત રીતે જણાવવાની રહેશે.
તા. ૦૮-૦૪-૨૦૨૨થી તા. ૦૬-૦૬-૨૦૨૨ સુધી અમલી આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાપાત્ર થશે એમ જાહેરનામામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પરિમલ બી પંડ્યાએ જણાવ્યું છે. ગત વિધાનસભા સત્રની અંદર સી.સી.ટી.વી (CCTV) કેમેરા ફરજિયાત રાખવાને લઈને ફરમાન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગુનાઇત પ્રવુતિઓ સામે દરેક પ્રકારના કેસોનું સોલ્યુશન આવી શકે અને ક્રાઇમ સીન સામે પોલીસને ખૂટતી કડીઓ જોડવામાં મદદ મળી રહે માટે જરૂરી છે ત્યારે પોલીસ દ્વારા પણ સી.સી.ટી.વી. (CCTV) કેમેરાની તપાસ કોઈ પણ કેસમાં પહેલા કરવામાં આવતિ હોય છે.