અમદાવાદ : “કહી દેને પ્રેમ છે” ફિલ્મનું બોપલ મુકતા થિયેટર ખાતે ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું
લખાણ અને સ્ક્રિપ્ટ એટલી મજબૂત છે તે રીલીઝિંગમાં થોડી વાર થઈ છતાં પણ એકદમ ફ્રેશ અને નવી લાગે છે.
પાવરા એન્ટરટેનમેન્ટ જયેશભાઈ પાવરા, એમના સ્વભાવ જેવી જ ગુજરાતી ફિલ્મો બનાવવા સફળ રહેલ છે.
રીઝવાન આંબલીયા
અમદાવાદ,
22 સપ્ટેમ્બર શુક્રવારના રોજ રિલીઝ થયેલી ફિલ્મ “કહી દેને પ્રેમ છે” જેનું અમદાવાદ બોપલ મુકતા થિયેટર ખાતે ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું હતું. ફિલ્મના પ્રોડ્યુસર ડોક્ટર જયેશ પાવરા અને પાવરા એન્ટરટેનમેન્ટ દ્વારા ખૂબ જ સરસ લવ સ્ટોરી અને સસ્પેન્સથી ભરપૂર અને કોમેડી સંપૂર્ણ ફેમિલી સાથે માણી શકીએ તેવી ફિલ્મ બનાવી છે.
ફિલ્મમાં ખૂબ જ સરસ પાત્ર વિશાલ સોલંકી, સ્મિત પંડ્યા, યુક્તિ રાંદેરિયા તથા હીના વર્દે અને મુકેશ રાવએ ખૂબ જ સરસ અભિનય કર્યો છે. ફિલ્મને ખૂબ જ સુંદર તરીકે નિશિત બ્રહ્મભટ્ટએ એમનો મોટાભાગનો જોનર કોમેડી હોય છે છતાં પણ આ ટચ પણ તેમણે જોરદાર ઈમોશન સાથે બતાવ્યા છે. એમના માનીતા ઘણા બધા નાટકના કલાકારો પણ હતા. આ અગાઉ પાવરા એન્ટરટેનમેન્ટ અને ડોક્ટર જયેશ પાવરા દ્વારા “હું તારી હીર” ફિલ્મે ખૂબ ધૂમ મચાવી હતી અને ઘણા બધા એવોર્ડ પણ મેળવ્યા હતા. આ ફિલ્મ પણ સમગ્ર ભારતમાં હાલમાં ખૂબ જ સારું બોક્સ ઓફિસ ઉપર કલેક્શન કરી રહી છે.
Photography by Jayesh Vora