Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : કન્જક્ટીવાઈટીસના દર્દીઓ વધવાના કારણે આઈડ્રોપ ખૂટી પડ્યા

કોર્પોરેશને સરકાર પાસે વધુ ૫૦ હજાર આઇડ્રોપની માગણી કરી

અમદાવાદ,તા.૨૭
ચોમાસાના આગમન પછી હવે જાે કોઈ રોગ ઘણા બધા લોકોને અસર કરી રહ્યો હોય તો એ છે કન્જક્ટીવાઈટીસ એટલે કે આંખ આવવાનો રોગ. રાજ્યભરમાં કન્જક્ટીવાઈટીસના દર્દીઓ વધી રહ્યા છે અને અમદાવાદ સિવિલમાં દરરોજ દોઢસો દર્દીઓ આવી રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં ૨૯૮ કેસ નોંધાયા હતા.

કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર પર રોજના ૨૦ કેસ આવે છે, એટલે કે ૮૨ અર્બન હેલ્થ સેન્ટર પર રોજના ૧૬૦૦ આંખના દર્દી આવે છે. કન્જક્ટીવાઈટીસના દર્દીઓ વધવાના કારણે આઈડ્રોપ ખૂટી પડ્યા છે. કોર્પોરેશને સરકાર પાસે વધુ ૫૦ હજાર આઇડ્રોપની માગણી કરી છે. શહેરમાં અત્યાર સુધી ૧૭ હજાર જેટલા આઈડ્રોપ અપાઈ ચૂક્યા છે. અમદાવાદમાં આંખ આવવાના એક સપ્તાહમાં ૧૨૦૦૦થી વધુ કેસ નોધાયા છે.UHC, CHC તેમજ AMCની હોસ્પિટલના જ કેસ ચોંકાવનારા છે. પ્રાઇવેટ હોસ્પિટલો સહિત આંકડા ઉમેરાય તો એક મહિનામાં ૩૦,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રોજના ૧૫૦થી ૧૬૦ દર્દીઓ કન્જકટીવાઈટિસની અસર ધરાવતા સામે આવી રહ્યા છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *