સૌથી વધુ ચક્કર આવવાની ફરીયાદો 108ની અંદર લોકો દ્વારા વધુ કરવામાં આવી રહી છે માટે ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, બાળકોએ બહાર બપોર બાદ નિકળવાનું ટાળવું જોઈએ.
અમદવાદ,13
અમદવાદમાં આ ગરમીના કારણે ઈમરજન્સી 108ની અંદર લોકો કોલ કરીને એડમિટ પણ થઈ રહ્યા છે. હીટવેવની અસરના કારણે ઝાડા ઉલટી, મુર્છીત થઈ જવું સહીતના કેસોમાં વધારો થઈ રહ્યો છે. 108ની અંદર જ ત્રણ દિવસમાં 120થી વધુ કેસો નોંધાયા છે. ત્યારે શહેરોની હોસ્પિટલો પણ Hit Strokeના કારણે ઉભરાઈ રહી છે. સરકારી હોસ્પિટલો જેમ કે, સિવિલ, સોલા સિવિલ, સારદાબેન, એલજી સહીતની હોસ્પિટલમાં ગરમીના કારણે મુર્છીત થવાના, ઝાડા ઉલટી, પેટમા દુખાવો સહીતના કેસોનો રાફડો ફાટ્યો છે. ત્યારે 108માં પણ ઈમરજન્સીમાં ગરમીના કારણે લોકોની ફરીયાદો આવી રહી છે ત્યાં સુધી હાલત ખરાબ થઈ રહી છે.
હીટ સ્ટ્રોકની અસરના કારણે ખાનગી હોસ્પિટલોમાં પણ પેસન્ટ્સ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને બાળકોની અંદર ઝાડા ઉલટી થવાનું પ્રમાણ વધી રહ્યું છે. ઘરની બહાર ફરતા લોકોમાં ચક્કર આવવા, પેટમાં અચાનક દુખાવો થવો, માથું સતત દુખ્યા કરવું સહીતની ગંભીર અસરો જોવા મળી રહી છે. તેમાં પણ સૌથી વધુ ચક્કર આવવાની ફરીયાદો 108ની અંદર લોકો દ્વારા વધુ કરવામાં આવી રહી છે માટે ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, બાળકોએ બહાર બપોર બાદ નિકળવાનું ટાળવું જોઈએ.
ખાસ કરીને પ્રવાહી વધુ પીવાની સલાહ પણ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. ફુલ સ્લીવના કપડા પહેરવા, બહારનું ખાવાનું ટાળવું સહીતની કાળજી આપણી જાતે જ લેવી જોઈએ.