સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના કાંકરિયા બ્રાન્ચમાં આ પ્રકારે પાણી ઘૂસવાની સમસ્યા સામે આવી છે
શહેરમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમમાં રાખેલા 7,00,000 રૂપિયા પલળી ગયા હતા. બેંકમાં પાણી ઘૂસવાને કારણે દસ્તાવેજો પણ પલડી ગયા હોવાની સમસ્યા અમદાવાદની અંદર સામે આવી છે.
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના કાંકરિયા બ્રાન્ચમાં આ પ્રકારે પાણી ઘૂસવાની સમસ્યા સામે આવી છે જેમાં 2000 અને 500ની નોટો પાણી ઘૂસવાના કારણે પલળી ગઈ હતી. તેમાં પણ ખાસ કરીને એટીએમ (ATM)ની અંદર પાણી ઘૂસી જતા આ નોટો પલળી ગઈ હતી.
અન્ય ઘરોમાં પણ પાણી ઘૂસી રહ્યું છે તેવી જ રીતે બેન્કોના ATM પણ પાણીમાં ધોવાયા છે. ચલણી નોટો પલળી ગઈ હોવાથી બેંક દ્વારા આ પૈસા કાઢવામાં આવી રહ્યા છે. આજે સવારે બેંક ખૂલે એ પહેલા કેટલાક લોકો એટીએમમાંથી પૈસા કાઢે એ પહેલા જ નોટો પલળી ગઈ હતી અને મશીનમાં પાણી ભરાઈ ગયા હતા.
અમદાવાદ શહેરની અંદર ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા હતા તેના કારણે તારાજી ભરી મુશ્કેલીનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે. તો ક્યાંક બસ ફસાઈ ગઈ હતી તો ક્યાંક અન્ય કોઈ વાહનો ફસાઈ ગયા હતા હજુ પણ કેટલીક જગ્યાએ પાણી ઓસરવામાં વાર લાગી રહી છે. જેના કારણે રસ્તાઓ પણ બંધ જોવા મળી રહ્યા છે. તો કેટલીક જગ્યાએ ઝાડ પણ પડી રહ્યા છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદની અંદર જોવા મળી રહી છે.
અમદાવાદના વિવિધ વિસ્તારોની અંદર 6 થી 12 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત મણિનગરની અંદર બીઆરટીએસ રૂટ પર પણ અત્યારે ફસાયેલી BRTS બસો જોવા મળી રહી છે. જેના કારણે રસ્તો જામ થઈ ગયો છે જેથી વાહનોને પણ અન્ય રસ્તેથી પસાર કરવા પડી રહ્યા છે. આમ આ પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે. ગઈકાલે આ બસો ખસેડવામાં ન આવતા અત્યારે આ બસો ચાલુ નથી થઈ રહી. જેના કારણે બીઆરટીએસ રૂટ પર આ સમસ્યા કાંકરિયા મણીનગર વિસ્તારની અંદર જોવા મળી રહી છે.