અદાણી ગેસ દ્વારા અમદાવાદમાં CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 3.84 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો
અમદાવાદના CNG વાહન ચાલકો માટે જન્માષ્ટમીના તહેવાર સમયે જ સારા સમાચાર આવ્યા છે અને સતત વધતી જતી મોંઘવારી વચ્ચે આંશિક રાહત થઇ શકે છે. અમદાવાદમાં અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 3.84 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે જ CNGના ભાવમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. અમદાવાદમાં પહેલા CNGનો ભાવ પ્રતિ કોલોગ્રામ 87.38 રૂપિયા હતો. આ ભાવ ઘટાડાતા હવે પછીનો નવો ભાવ 83.90 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. આજે અદાણી દ્વારા ભાવ ઘટાડો થતા વાહન ચાલકોએ રાહત અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલની સાથે CNGમાં સતત ભાવ વધારો થતો હતો અને લોકોને આ વધતી મોંઘવારી સાથે આ ભાવ વધારો પણ સહન કરવો પડતો હતો. જો કે આજે અદાણી દ્વારા ભાવ ઘટાડો કરતા લોકોને મોંઘવારીમાંથી આંશિક રાહત મળશે.
અમદાવાદમાં જે વાહનો CNGથી ચાલશે તેને માટે આ સમાચાર થોડી રાહત લઈને આવ્યા છે આ પહેલા પ્રતિકિલો 3.84 રૂપિયા વધુ હતા જે ઘટાડો થતા હવે નવો દર લાગુ થતા CNG વાહનચાલકોમાં એક પ્રકારે ખુશી જોવા મળી રહી છે જો કે આવનાર સમયમાં ફરીથી આ ભાવ વધી પણ શકે છે.