Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં દૂધની થેલી પર કિંમત કરતા 1 રૂપિયો વધુ લેવાતા વ્યાપારીને ફટકાર્યો દંડ

અમદાવાદ સેટેલાઈટમાં 500 m.l.ની અમૂલ ગોલ્ડની થેલી પર 30 રૂપિયા લેવાની જગ્યાએ વધુ રકમ એટલે કે એક રુપિયો વધુ વસુલવામાં આવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

અમદાવાદ,

દૂધની થેલી પર એક રુપિયો વધુ વસુલવામાં આવતા વેપારીને 2000 રુપિયાનો દંડ તોલમાપ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. ગાંધીનગર હોટેલ પ્લસ રેસ્ટોરન્ટ અને બેન્કવેટ પણ રુ. 20ની પાણીની બોટલ 74માં વેચાતી હોવાથી દંડ ફટકારવામાં આવ્યો છે. આમ તોલમાપ વિભાગે અમદાવાદથી ગાંધીનગર સુધી ચીજ વસ્તુઓ પર વધુ કિંમત વસુલવામાં આવતા દંડ ફટકારવામાં આવ્યો છે.

ખાસ કરીને દરેક પ્રોડક્ટ પર લખાયેલી કિંમત કરતા વધુ રકમ વસુલવામાં આવતા આ પ્રકારે દંડ ફટકારવામાં આવે છે તે છતાં પણ કિંમત કરતા વધુ રકમ વસુલવામાં આવતી હોય છે ત્યારે અવાર નવાર બનતી આ ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એ જરૂરી છે. 

ખાસ કરીને દૂધની થેલીની જો વાત કરવામાં આવે તો  તેમાં પણ લગભગ મોટાભાગના વેપારીઓ દ્વારા આ પ્રકારે એક રુપિયો વધુ વસુલવામાં આવતો હોય છે. જેથી સેટેલાઈટ અમદાવાદમાં એક ડેરીમાં આ પ્રકારે એક રુપિયો વધુ દૂધની પ્રોડક્ટમાં વસુલવામાં આવતા આ દંડ ફકટકારવામાં આવ્યો હતો. 500 એમ. એલ.ની અમૂલની થેલી પર 30 રૂપિયા ગોલ્ડના લેવાની જગ્યાએ વધુ રકમ એટલે કે એક રુપિયો વધુ વસુલવામાં આવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *