અબરાર અલ્વી


અમદાવાદ, તા.18
અમદાવાદમાં વાવાઝોડાના કારણે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દાયકાઓ બાદ આવા દ્રશ્યો અમદાવાદમાં જોવા મળ્યા છે ત્યારે હાલ આખા શહેરમાં એટલી ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે કે ઠેર ઠેર ડોમ, તંબુ, પતરાં, રિક્ષા ઊડી જવાના દ્રશ્યો સામે આવ્યા છે અને અનેક વૃક્ષો ધારસાઈ થઈ ગયા છે. ભારે વરસાદના કારણે આખા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. વેજલપુર, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં કમરસમા પાણી ભરાઈ ગયા છે.