ગુજરાતમાં ગરમીનું પ્રચંડ મોજુ ફરી ફરીવળ્યું છે. આગામી 2 દિવસ વધુ ગરમીની આગાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં 24 કલાકમાં 1.5 ડીગ્રી ગરમી વધી છે.
અમદાવાદ,
ઓલ રેડી આ વખતે વહેલી ગરમીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા છે ત્યા અમદાવાદમાં સિઝનની સૌથી વધુ ગરમી નોધાઈ છે. અમદાવાદમાં ગરમીનો પારો 42.3 ડીગ્રીએ પહોંચ્યો છે. આ ગરમીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે અન્ય શહેરોમાં પણ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. વિવિધ શહેરોમાં જો ગરમીનો પારાની વાત કરવામાં આવે તો, વધુ જોવા મળ્યો છે. ગરમી વધવાનું કારણ રાજ્યમાં ફૂંકાતા સૂકા અને ગરમ પવનોની અસરના કારણે ગરમી વધી છે.
ડીસા 42 ડીગ્રી
અમરેલી 41.6 ડીગ્રી
વડોદરામાં 40.6 ડીગ્રી
અમદાવાદ 42.3 ડીગ્રી
સુરેન્દ્ર નગર 42 ડીગ્રી
ભૂજ 42 ડીગ્રી
રાજકોટ 41.6 ડીગ્રી
આ વખતે માર્ચ મહિનામાં જ 15 તારીખ આસપાસ ગરમીએ રેકોર્ડ તોડ્યો હતો અને 42 ડીગ્રી પડી હતી ત્યારે ફરી એકવાર ગરમીના કારણે હવામાન વિભાગે 2 દિવસ સુધી યલ્લો એલર્ટ વિવિધ વિસ્તારોમાં આપ્યું છે. ત્યારે વધુ તાપમાં લોકોને મુશ્કેલી પડશે.