Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં આજે સાંજે યોજાશે નિ:શુલ્ક ડ્રોન શો, 600 ડ્રોન ઉડશે આકાશમાં

અમદાવાદીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં પ્રથમ વખત ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ રાજ્ય તૈયાર છે અને એમાંય અમદાવાદમાં પૂરજોશમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે અને ભવ્ય સ્વાગત કરવા લોકો અને તંત્ર તૈયાર છે. મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નેશનલ ગેમ્સની શરૂઆત થાય તેના એક દિવસ અગાઉ સાબરમતી નદીના કિનારે ડ્રોન શો યોજાશે.

અમદાવાદ શહેરમાં પ્રથમ વખત થવા જઈ રહેલા ડ્રોન શોમાં એક સાથે 600 ડ્રોન ઉડાડવામાં આવશે. જે એજન્સી દ્વારા દિલ્હી IITમાં ડ્રોન ઉડાડવામાં આવ્યા હતા તે જ એજન્સી દ્વારા ડ્રોનનો ખાસ કાર્યક્રમ યોજાશે. આયોજકોનો દાવો છે કે ડ્રોન શોમાં ઉપયોગમાં લેવામાં આવનાર તમામ ડ્રોન સ્વદેશી બનાવટના અને દિલ્હી IITમાં તૈયાર કરવામાં આવ્યા છે. તારીખ ૨૮ સપ્ટેમ્બર એટલે કે આજે સાંજે 6 કલાકે યોજાનાર ડ્રોન શોનો નજારો અદભુત રહેવાનો અને નાગરીકો માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવનાર છે. અમદાવાદ શહેરમાં પ્રથમ વખત ડ્રોન શો યોજાવા જઈ રહ્યો છે. અમદાવાદમાં સાબરમતીના કાંઠે સાંજે 6 કલાકે યોજાનાર ડ્રોન શોનો નજારો અદભુત રહેશે અને લોકોને આ ડ્રોન શો જોવા માટે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે એટલે કે કોઈ જ ચાર્જ કે પૈસા ચુકવવા નહીં પડે. ખાસ વાત એ છે કે આ ડ્રોન શોમાં ઉપયોગમાં લેવામાં આવનાર તમામ ડ્રોન સ્વદેશી બનાવટના અને દિલ્હી IITમાં તૈયાર કરવામાં આવ્યા છે.  

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *